________________ ર૩ર - શ્રી શાંતિનાથ ચરિત્ર. વલયમાંથી ધુમાડો નીકળે. તે ધમાડાથી આખું ઘરવ્યાપી ગયું. પછી તે હાથે અંદર પ્રવેશ કરી યામિકની શાને સ્પર્શ કર્યો, તેટલામાં વત્સરાજે તે હાથ પર તીણ ખ૭ વડે પ્રહાર કરીને તે કાપી નાંખે. પરંતુ દેવીશક્તિના પ્રભાવથી તે હાથ છેવા છતાં પૃથ્વી પર પડ્યો નહીં, તે પણ વેદનાથી પીડા પામેલા તે હાથમાં થી બન્ને ઔષધિના વલયે ભૂમિપર પડી ગયાં. તેમાં એક દૂષધિ હતી અને બીજી સંહિણે ઔષધિ હતી. તે બન્ને મહાષધિ કુમારે લઈ લીધી. ત્યારપછી તે હાથ તે વાસગૃહમાંથી બહાર નીક જે. તે વખતે " અરે ! હું તો છેતરાઈ” એવો શબ્દ સાંભળી વત્સરાજ “અરે દાસી તું ક્યાં જાય છે?” એમ બોલતો તેની પાછળ દોડો. ખર્ષને ધારણ કરનાર અને પુણ્યવડે બળવાન એવા તે વત્સરાજને પાછળ આવતે જોઈ તે દેવી તેને પરાભવ કરવા અને શક્તિમાન હોવાથી તત્કાળ નાસી ગઈ. ત્યારપછી વત્સરાજ પાછો વળી શય્યામાંથી પેલા કાષ્ટને કાઢી નાંખી તે શયા ઉપર બેઠે, તેટલામાં તે રાત્રિ પૂર્ણ થઈ, અને ઉદયાચળ પર્વત પર સૂર્યનો ઉદય થયે. આ અવસરે તે કુમારી જાગી, અને અક્ષત શરીરવાળા તે કુમારને જોઈ હર્ષ પામીને વિચારવા લાગી કે“ખરેખર આ પુરૂષરત્નજ કોઈ પ્રભાવી જણાય છે કે જેથી તે મરણ પામ્યા નહીં. વળી મારાં ભાગ્ય પણ જાગતાં લાગે છે કે જેથી મારું ઈચ્છિત પૂર્ણ થવાને સમય પ્રાપ્ત થયો છે. હવે જે આ મહાપુરૂષ મારે ભર્તાર થાય તો હું તેની સાથે સાંસારિક સુખ ભેગવું, નહીં તે આ જન્મમાં મારે નિવૃત્તિ જ હો.” આ પ્રમાણે વિચારી તે કન્યા મધુરસ્વરે વત્સરાજને કહેવા લાગી કે-“હે નાથ ! તમે કષ્ટથી શીરીતે, મુક્ત થયા ? તે કહો.” આ પ્રમાણે તેના પૂછવાથી વત્સરાજે રાત્રિનું સમગ્ર વૃત્તાંત તેની પાસે કહી બતાવ્યું. તે સાંભળીને શ્રીદત્તા રોમાંચવાળી થઈ અને અત્યંત હર્ષ પામી. આ પ્રમાણે તે બન્ને વાતો કરે છે તેટલામાં કન્યાની સેવા કરનારી દાસી તેને માટે મુખ દેવાનું પાણી લઈને આવી. તેણીએ કુમારને અક્ષત અંગવાળે જોઈ હર્ષ પામી તેના ક્ષેમકુશળ સંબંધી શ્રેણીને વધામણી આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust