________________ પંચમ પ્રસ્તાવ રર૩ પની પાસે હું માગું છું. બીજું કંઈ માગતું નથી.” તે સાંભળી રાજાએ તે અંગીકાર કર્યું. ત્યારથી તે વત્સરાજ રાજાની સેવા કરવા લાગ્યા. રાજાએ તેને ઘેર ધાન્ય, ઘી વિગેરે જે જોઈએ તે સર્વ પદાર્થો પુષ્કળ મોકલ્યાં. તેથી તેઓ ત્યાં સુખે સુખે રહેવા લાગ્યા. એકદા રાત્રિએ રાજા ભૂલથી વત્સરાજને રજા આપ્યા વિના સુઈ ગયો. યામિક રીતસર રાજમહેલની ચોતરફ આવીને બેસી ગયા. વત્સરાજ હાથમાં ખડું ધારણ કરીને વાસગૃહની બહાર વિનયથી ઉભો રહ્યો. મધ્યરાત્રિાને સમયે રાજા જાગૃત થયે, તે વખતે તેણે દૂર કોઈ દુ:ખી સ્ત્રીનું કરૂણ સ્વરવાળું રૂદન સાંભળ્યું. એટલે રાજાએ યામિક જનોને બોલાવ્યા, પરંતુ તેઓ પ્રમાદમાં પડેલા હતા તેથી કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં, ત્યારે વત્સરાજ બાલ્યા કે—“હે સ્વામી ! જે કાંઈ કાર્ય હોય તેની મને આજ્ઞા આપો.” તે સાંભળી રાજાએ કહ્યું—“હે વત્સરાજ ! શું આજે મેં તને રજા આપી નથી?” તેણે હા કહી. ત્યારે ફરીથી રાજાએ કહ્યું કે-“હે વત્સરાજ! હવે મારે તને આજ્ઞા આપવી ઉચિત નથી.” ત્યારે તે બલ્ય કે –“હે સ્વામિન ! આપની આજ્ઞા પ્રમાણે કરતાં મને શી લજજા છે? જે કાર્ય હોય તે કહો, હું અવશ્ય કરીશ.” ત્યારે રાજાએ કહ્યું કે– “હે વત્સ ! આ સંભળાય છે તે રૂદન કેણ કરે છે.? ને તેનું શું કારણ છે ? તે ત્યાં જઈ તેણીને પૂછીને મને કહે અને તે સ્ત્રીને દીન સ્વરે રોતી બંધ કર.” તે સાંભળી રાજાનું વચન અંગીકાર કરી વત્સરાજ રૂદનના શબ્દને અનુસારે કિલ્લાને ઉલ્લંઘી નગર બહાર સ્મશાનભૂમિમાં ગયો. ત્યાં એક સ્થાનમાં ઉત્તમ વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત એક બાળાને રેતી જોઈ તેણે તેની પાસે જઈને પૂછ્યું કે –“હે મુગ્ધા ! તું કેણ છે ? અને આ સ્મશાનમાં કેમ રૂદન કરે છે? જે ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તે તારા દુ:ખનું કારણ તું મને કહે છે ત્યારે તે બેલી કે– “હે પુરૂષ! તું જ્યાં જવા નીકળ્યા હો ત્યાં જા. મારું કાર્ય કરવાને તું અસમર્થ છે, તેથી મારી ચિંતા કરવાનું શું ફળ છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust