________________ પંચમ પ્રસ્તાવ. 27 તેણીએ રાજાને પ્રસાદ પામી તત્કાળ તે દિવ્ય વસ્ત્ર પહેર્યું; તેથી આગળના પહેરેલા કચકની શોભા નષ્ટ થઈ ગઈ એટલે “સાડીની જે કંચુક પણ જોઈએ " એમ વિચારીને તે બોલી કે “હે પ્રાણેશ ! જે આ સાડીના જે કંચુક હોય તે બહુ સારું.” તે સાંભળી રાજાએ વત્સરાજને કહ્યું કે–“હે વત્સરાજ ! તારી માસીને સાડીના જેવો કંચુક જોઈએ છીએ.” વત્સરાજે કહ્યું-“હે સ્વામિન્ ! આપની કૃપા છે તો તે પણ મળી ર હેશે.” એમ કહી નગર બહાર જઈ ચંદનવૃક્ષના કોટરમાં જે શ્રેષ્ઠ રત્નજડિત કંચુક મૂક્યો હતો તે લાવીને વત્સરાજે રાજાને આપે અને તેનો વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. રાજાએ તે કંચુક પિતાની પ્રિયાને આપ્યો. રાણીએ પણ ચિત્તમાં હર્ષ પામી તરતજ તે કંચુક પહેર્યો. ત્યારપછી સાડી અને કંચુકને અસમાન 'ઉ'. તરીય વસ જોઈને તે રાણી હદયમાં અત્યંત અધૃતિ કરવા લાગી. શાસ્ત્રકાર કહે છે તે ખરૂં છે કે “જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેજ વધે છે. . . રાજાએ તેણીને કરમાયેલા મુખવાળી જોઈને પૂછ્યું કેહે પ્રિયા ! મનવાંછિત કંચુક મળ્યા છતાં તું શ્યામ મુખવાળી કેમ દેખાય છે?” તે બોલી કે –“આના જેવું ઉત્તરીય વસ્ત્ર જોઈએ.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે –“અહો ! અસંતોષી સ્ત્રીઓ કદાપિ વસ્ત્ર અને અલંકારાદિવડે તૃપ્તિને પામતી જ નથી. કહ્યું છે કે अग्निर्विप्रो यमो राजा, समुद्र उदरं स्त्रियः। . अतृप्ता नैव तृप्यन्ति, याचन्ते च दिने दिने // 1 // અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, ઉદર અને સ્ત્રીઓ કદાપિ તૃપ્ત થતાં જ નથી, હંમેશાં નવી નવી યાચના કર્યા જ કરે છે.” - સ્ત્રી જાતિનો સ્વભાવજ એવો હોય છે, એમ વિચારીને રાજાએ કહ્યું કે–“હે વિવેક રહિત દેવી ! અછતી વસ્તુને માટે નિરર્થક 1 ઘાઘર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust