________________ 225 પંચમ કરતાવ. वज्रेणाभिहताः पतन्ति गिरयः किं वज्रमात्रो गिरिः, तेजो यस्य विराजते स बलवान् स्थलेषु कः प्रत्ययः // 1 // હસ્તીનું શરીર ઘણું મોટું છે, છતાં તે નાના સરખા અંકુશને વશ રહે છે, તે શું અંકુશ હસ્તી જેવડે છે? પ્રજવલિત કરેલે નાનો સરખો દીવો મોટા અંધકારનો નાશ કરે છે, તો શું દીવા જેટલું જ અંધારું હોય છે? વજથી હણાઈને મોટા મોટા પર્વત પડી જાય છે, તો શું વા જેવડા નાનાજ પર્વતો હોય છે ? ના,તેમ હોતું નથી, તેથી સિદ્ધ થાય છે કે જેનું તેજ વિરાજમાન છે તેજ બળવાન છે, તેમાં મોટાને વિષે વિશ્વાસ કરવા જેવું નથી; એટલે જે માટે હોય તેજ બળવાન એવો કાંઈ નિયમ નથી. વળી હિંદઃ શિર નિદત્તતિ, મમત્તિનમિત્તy mg - પ્રતિરિયં સર્વવતાં, ન સંજુ વય તેનો હેતુ છે ? I'. . સિંહ બાળક છતાં પણ જેની કલરૂપી ભીંત મદવડે મલિન થયેલી હોય છે એવા હાથીઓ ઉપર પડે છે, તેથી સિદ્ધ થાય છે કે પરાક્રમવાળાની એ પ્રકૃતિ છે; તેમાં વય કાંઈ તેજનું. કારણ નથી.’ માટે હે સુગ્ધ ! મને બાળક જાણીને તું અશ્રદ્ધા કરીશ. નહીં, તારે જે દુ:ખ હોય તે મને કહે. હું બનતા સુધી તેનું નિવારણ કરીશ.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી તે સ્ત્રી કાંઈક હસીને બોલી કે–“હે પુરૂષ! મારા દુઃખનું કારણ સાંભળ. આજ નગરના રહેવાસી એક ઉત્તમ પુરૂષની હું સ્ત્રી છું. તે યુવાવસ્થાવાળા મારા પતિને વિના અપરાધે અહીંના રાજા શૂળી પર ચડાવ્યો છે. હજુ તે આ શૂળી ઉપર જીવતો છે. એને ઘેબરના ભોજન ઉપર ઘણી રૂચિ હતી, તેથી મેં તેને માટે ઘેબરે કરીને આણ્યા છે, હું તેના મુખમાં ઘેબરના કકડા નાંખવા ઈચ્છું છું પરંતુ તે ઘણે ઉંચે છે, ત્યાં સુધી હું પહોંચી શકતી નથી, તેથી તે ભર્તારને સંભારી સંભારીને હું રૂદન કરું છું. કારણ કે સ્ત્રી એ છે કે પછીય છે એવા છે જેની કલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust