________________ 228 શ્રી શાંતિનાથ ચરિત્ર. લાભ ન કર.” તે સાંભળી તેણીને વિશેષ કદાગ્રહ થયે, તેથી તે રાજાની સમક્ષ બેલી કે—“ જ્યારે મને શાટક અને કંચુકની જેવું ઉત્તરીય વસ્ત્ર મળશે ત્યારેજ હું ભજન કરીશ.” એમ કહીને તે રાણી પિતાના મહેલમાં ચાલી ગઈ. ત્યારપછી રાજાએ વત્સરાજને બોલાવી કહ્યું કે –“હે સાહસિક!તે બે દિવ્ય વસ્ત્ર લાવીને મોટો અનર્થ કર્યો, તેથી હવે તું જ કઈપણું ઉપાયથી આ તારી મારીને સંતેષ પમાડ. તારા વિના બીજે કઈ આ વ્યાધિનો વિલ મળે તેમ નથી.” આ પ્રમાણે રાજાના કહેવાથી વત્સરાજે પોતાની મારી પાસે જઈ અતિ આગ્રહપૂર્વક કહ્યું કે –“હે માતા ! કદાગ્રહને ત્યાગ કરીને તમે ભેજન કરે. હું તપાસ કરીને ઉત્તરીય વસ્ત્ર પણ લાવી આપીશ.” આ પ્રમાણે કહ્યા છતાં તે રાણીએ સ્ત્રીસ્વભાવને લીધે પોતાનો કદાગ્રહ મૂક નહીં; ત્યારે વત્સરાજે રાજાની સમક્ષ આ પ્રમાણે દુષ્કર પ્રતિજ્ઞા કરી કે –“જે હું છ માસમાં દેવીનું ઈચ્છિત વસ્ત્ર ન લાવી આપું તે અવશ્ય અગ્નિમાં પ્રવેશ કરૂં.” આ પ્રમાણે વત્સરાજનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! આવી દુકર પ્રતિજ્ઞા ન કર.” ત્યારે તે બે કે–“હે સ્વામિન્ ! આપના પ્રસાદથી સર્વ સારૂં થશે.” માટે મને જલદી દેશાંતરમાં જવાની આજ્ઞા આપે. રાજાએ તેની હિંમતથી પ્રસન્ન થઈને તેને પોતાને હાથે તાંબલ આપીને દેશતરમાં જવાની આજ્ઞા કરી. પછી વત્સરાજ પોતાને ઘેર ગયે અને પિતાની માતાના તથા માસીના ચરણમાં પ્રણામ કરીને તેણે સમગ્ર વૃત્તાંત તે બન્નેની પાસે કહી બતાવ્યું અને તેમની આજ્ઞા માગી. તે સાંભળી તેમણે અનિચ્છાથી અને પુત્રનું કષ્ટ જોયા છતાં પણ દીઘ બુદ્ધિથી વિચાર કરીને કહ્યું કે–“હે પુત્ર! ખુશીથી જા, તારે વિજય થાઓ.” આ પ્રમાણે બન્ને માતાની આશિષ મસ્તક પર ચડાવી માતાએ આપેલું કાંઈક ભાતું સાથે લઈને તથા ઢાલ તરવાર ધારણ કરીને વત્સરાજ નગરીમાંથી બહાર નીકળે. છે ત્યારપછી વત્સરાજ દક્ષિણ દિશાને આશ્રય કરી ઘણું ગામે અને નગરોથી વ્યાપ્ત એવી પૃથ્વીને જેતે જેતે કઈ એક મોટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust