________________ 226 શ્રી શાંતિનાથ ચરિત્ર. એનું બળ માત્ર રૂદન જ છે.” તે સાંભળી વત્સરાજે કહ્યું કે“હે ભદ્રે ! મારા સ્કંધ પર ચડીને તું તારૂં ઈચ્છિત પૂર્ણ કર.” એટલે તે દુષ્ટ આશયવાળી સ્ત્રી વત્સરાજના સ્કંધ ઉપર ચઢી, અને શૂળીએ પરોવેલા પુરૂષના શરીરમાંથી માંસના કકડા કાપી કાપીને ખાવા લાગી. તેવામાં કુમારના સ્કંધ ઉપર એક માંસનો કકડે પડ્યો. ત્યારે વિસ્મય પામેલા વત્સરાજે વિચાર્યું કે -" અહીં માંસ શી રીતે સંભવે ?" એમ વિચારી તેણે ઉંચે જોયું તો તેણની સમગ્ર ચેષ્ટા તેના જેવામાં આવી; તેથી કુમાર તેને પાડી દઈ ખફ ખેંચી કોપ કરીને બોલ્યો કે–“અરે નિર્દય સ્ત્રી ! આ તું શું કરે છે?” આ પ્રમાણે વત્સરાજે કહ્યું કે તરત જ તે સ્ત્રી આકાશમાં ઉડી. તે વખતે વત્સરાજે તેણીનું ઓઢેલું વસ્ત્ર પકડી રાખ્યું; પરંતુ તે દુષ્ટ ચેષ્ટાવાળી સ્ત્રી ઓઢેલા વસ્ત્રને પણ મૂકી દઈને નાશી ગઈ આ અવસરે કઈ શ્રોતાએ ઘનરથ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે–“હે પ્રભુ! તે સ્ત્રી કોણ હતી કે જેણે આવું દુષ્કર્મ કર્યું ?" ત્યારે ભગવાન બોલ્યા કે–“તે પાપિષ્ટ દુષ્ટ દેવતા હતી. તે પુરૂને છળવા માટે આવું કર્મ કરે છે.” ફરીથી કોઈએ પૂછ્યું કે “હે સ્વામી! શું દેવતાઓ માંસ ખાય છે?” સ્વામીએ કહ્યું ખાતા નથી, પરંતુ તેઓની એ કીડા છે.” . અહીં વત્સરાજ તે સાડી લઈને પોતાને ઘેર જઈ સુઈ ગયે. થોડા વખતમાં પ્રાત:કાળ થયો એટલે વત્સરાજ તે વસ્ત્ર લઈને રાજાની પાસે ગયો, અને પ્રણામ કરીને યોગ્ય સ્થાને બેઠે. રાજાએ સમય જોઈ તેને રાત્રિને વૃત્તાંત પૂછો. એટલે વત્સરાજે રાત્રિને સમગ્ર વૃત્તાંત રાજા પાસે નિવેદન કર્યો, અને તે દેવતાની ખેંચી રાખેલી સાડી રાજાને અર્પણ કરી. રાજા પણ તે રત્નજડિત બહુ મૂલ્યવાન વસ્ત્ર જોઈને વિસ્મય પામ્યો અને વત્સરાજનું કહેલું સર્વ વૃત્તાંત તેણે સત્ય માન્યું. પછી રાજાએ પોતાની પાસે બેઠેલી કમળશ્રી રાણીને તે દિવ્ય વસ્ત્ર આપ્યું. તે વખતે P.P. Ac. Gunratnasur; M.S. dun Gun Aaradhak Trust