________________ 221 પંચમ પ્રસ્તાવ.' નિવેદન કરીને કહ્યું કે–હે માતાઓ ! આ નગરમાં જે રાજા છે. તે તમારી બહેનનો સ્વામી છે, તથા તમારી બહેન કમળશ્રી તમને મળવા માટે આપણા ઘરના આંગણા સુધી આવી પહોંચ્યા. છે. " તે સાંભળી તેઓ બોલી કે –“હે વત્સ ! આ સંબંધને અમે પ્રથમથી જ જાણીએ છીએ, પરંતુ લજજાને લીધે અમે તે સંબંધ પ્રગટ કર્યો નહોતે.” એમ બોલી તે બન્ને હર્ષ પામી ઘરની. બહાર નીકળી અને રાણીની સન્મુખ ચાલી. રાણું પણ હાથણીપરથી ઉતરી બન્ને બહેનોને કંઠે વળગી પડી અને ઉંચે સ્વરે રેતી. રોતી બોલી કે હે બહેનો! તમારી આવી ભયંકર સ્થિતિ કેમ. થઈ ? અથવા તે આમાં વિધાતાનેજ દોષ જણાય છે કે જે સત્વરૂષોને પણ આવું કષ્ટ પડે છે. કહ્યું છે કે - अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति // 1 // .. વિધાતા અસંભવિત ઘટનાવાળા કાર્યને ઘટાડે છે, અને સંભવિત ઘટનાવાળાં કાર્યને જર્જરિત કરે છે. (જૂદા પાડે છે.) વિધિ એવાં કાર્યોને ઘટાવે છે કે જે કાર્યો પુરૂષે ચિંતવ્યા પણ ન હોય.” હે બહેનો ! તમે અહીં આવીને ગુપ્ત રહ્યા તેનું શું કારણ? દેવગથી કષ્ટ પ્રાપ્ત થાય તેમાં લજજા શી ? અથવા હું જ ભાગ્યહીન છું, જેથી મારા નગરમાં પુત્ર સહિત આવીને રહેલી બને. બહેનોને મેં જાણું નહીં. હવે ઘણું કહેવાથી શું ? यद्भाव्यं तद्भवत्येव, नालिकेरीफलाम्बुवत् / . गन्तव्यं गमयत्येव, गजभुक्तकपित्थवत् // 2 // ' " નાળીએરના ફળમાં જળ આવે છે તેમ જે થવાનું હોય છે તે થાય છે, અને હાથીએ ખાધેલું કઠાનું ફળ એવું ને એવું પંઠે નીકળી જાય છે, તેમ જે જવાનું હોય છે તે જાયજ છે.” આ પ્રમાણે ધારીને મનમાં ચિંતા કરવી નહીં. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust