________________ 220 શ્રી શાંતિનાથ ચરિત્ર. તાની કળાકુશળતા સારી રીતે બતાવી. રાજાએ તેની વિજ્ઞાનકળાથી અને ચતુરાઈથી ચમત્કાર પામી તેને કહ્યું કે–“હે વત્સ ! તું તારૂં ગોત્ર મારી પાસે પ્રગટ કર; કારણકે ગુપ્ત રાખેલા મેતીનું પણું મૂલ્ય થતું નથી.” તે સાંભળી વત્સરાજે વિચાર કર્યો કે– પૂર્વાચાર્યોએ કહ્યું છે કે - प्रस्तावे भाषितं वाक्यं, प्रस्तावे दानमङ्गिनाम् / તાવે વૃદિર , મેવેટિhdaહા || 2 | તે સમયે બોલેલું અ૫ પણ વચન, સમયે પ્રાણીઓને આપિલું થોડું પણ દાન અને સમયે થયેલી થોડી પણ વૃષ્ટિ કોટિગણું ફળને આપનાર થાય છે.” એમ વિચારી એગ્ય સમય જાણીને વત્સરાજે નિશંકપણે પોતાની સમગ્ર વાર્તા મૂળથી આરંભીને રાજા પાસે કહી બતાવી. ત્યારે રાજાની પાસે બેઠેલી કમ શ્રી રાણી તે વાર્તા સાંભળી એકદમ બોલી કે –“હે ભદ્ર ! શું ધારિણું અને વિમળા પણ અહીં આવેલ છે ?" ત્યારે વત્સરાજે હા કહી. તે સાંભળી રાણીએ રાજાને કહ્યું કે–“હે પ્રાણેશ ! ધારિણી અને વિમળા એ બન્ને મારી મોટી બહેને છે, અને આ મારે ભાણેજ છે. તમારી આજ્ઞા હોય તો હું તે બનેને મળવા જાઉં.” તે સાંભળી રાજાએ કહ્યું-“હે દેવી! ત્યાં જઈ તે બન્ને તારી બહેનોને કુમાર સહિત અહીં બોલાવી લાવો, કારણકે ત્યાં તેઓ દુ:ખી હશે. ત્યારપછી તે કમળશ્રી રાણી રાજાની આજ્ઞાને પામી હાથણી ઉપર આરૂઢ થઈ મસ્તક પર છત્રને ધારણ કરી ઘણું પરિવાર સહિત શ્રેષ્ઠીના ઘર પાસે આવી. તે જોઈને શ્રેષ્ઠી વિસ્મય પામી રાણીની પાસે જઈ ઘણું વિનોપચાર કરવા લાગ્યું. ત્યારે રાણીએ તેનો નિષેધ કરીને કહ્યું કે –“હે શ્રેષ્ઠી ! તમે અકળાઓ નહીં, હું જેમને મળવા આવી છું તેની પાસે મને જવા દે.” એમ કહી તે રાજપ્રિયા જ્યાં ધારિણી અને વિમળી હતી ત્યાં જવા માટે ઉદ્યમવાળી થઈ તેટલામાં વત્સરાજે પ્રથમથી જ ત્યાં જઈ ધારિણી અને વિમળાને પ્રણામ કરી તેમની પાસે બધી હકીકત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust