________________ - પંચમ પ્રસ્તાવ. . . ર૧૮ છે. આના પ્રસાદથી તમારા ઘરમાં ધનની ન્યૂનતા રહેશે નહીં; છે તેથી હવે તમારે પરાધીનપણે રહેવું નહીં. હું હમેશા આખા દિવસ સ્વેચ્છાથી કીડા કરીશ, રાત્રે સુવાને માટે હમેશાં ઘેર આવીશ, તમારે કઈ પણ પ્રકારનું દુ:ખ ધારણ કરવું નહીં. " આ પ્રમાણે કહી તે વત્સરાજ રાજકુમારોની પાસે ગયે. ત્યારે તેઓએ તેને કહ્યું કે –“હે ભાઈ! કાલે તમે કેમ આવ્યા. નહતા ?" વત્સરાજે જવાબ આપે કે—“ કાલે મારે શરીરે બરાબર ઠીક નહતું, તેથી હું આવ્યો નહોતે.” રાજકુમાર બેલ્યા કે –“હે મિત્ર! અમે તમારું ઘર જોયું નથી, નહીં તો અમે તમને મળવા ને જેવાર આવત.” તે સાંભળી વત્સરાજ ખુશી થયે. ત્યારપછી કળાચાર્યે વત્સરાજને પૂછ્યું કે–“હે સજન! તારૂં કુળ કયું છે ? તારો પિતા કોણ છે? અને તારી જન્મભૂમિ કયાં છે?” તે સાંભળી વત્સરાજે કળાચાર્યને કહ્યું કે –“હમણાં મારૂં વૃત્તાંત તમારે મને પૂછવું નહીં. સમય આવે સર્વ કહીશ.” આ પ્રમાણે તેણે કહ્યું એટલે રાજકુમારે તેને અભિપ્રાય જાણી આકારને ગોપવી તે વત્સરાજને અત્યંત પ્રીતિથી આહાર, વસ્ત્ર વિગેરે આપવા લાગ્યા. એકદા કળાચાર્ય તે સર્વ કુમારને લઈ તથા વત્સરાજને પણ સાથે રાખી રાજાની પાસે ગયો. ત્યાં તે કુમારે રાજાને પ્રણામ કરી ગ્ય સ્થાને બેઠા. રાજાએ વત્સરાજને નવીન જોઈ કુમારોને પૂછ્યું કે–“હે વત્સ! તમારી સાથે રહેલો આ કુમાર કેણ છે?” તેઓ બોલ્યા કે –“આને અમેએ બંધુ તરીકે અંગીકાર કર્યો છે. ત્યારપછી રાજાએ કળાચાર્યને પૂછ્યું કે– આ કોને પુત્ર છે ? આનું કળાકુશળપણું કેવું છે?” ત્યારે કળાચા જવાબ આપ્યો કે –“હે સ્વામી ! આ કુમારનું કુળાદિક હું બરાબર જા તે નથી; પરંતુ તેની કળા જોતાં તેની સમાન બીજે કંઈપણ મને દેખાતું નથી.” તે સાંભળી રાજાએ પ્રથમ સર્વ રાજકુમા૨ની પરીક્ષા કરી. ત્યારપછી રાજાની આજ્ઞાથી વત્સરાજે પણ પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust