________________ પંચમ પ્રસ્તાવ.' 217 કહી તે અને વિદ્યાધરીએ મંદિરની ચોતરફ જેવા લાગી, તે પણ તે કંચુક મળે નહીં પરંતુ વૃક્ષ ઉપર ચંદનના કાષ્ઠની કાવડ બાંધેલી જોઈ. તેથી તેમણે પરસ્પર વિચાર કર્યો કે આ દેવાલયની અંદર કોઈપણ પુરૂષ પેઠેલો હોવો જોઈએ, અને તેણે જ કંચુક લીધેલો હોવો જોઈએ; તેથી તે કંચુક હરણ : કરનારને આપણે ભય બતાવીએ કે જેથી તે આપી દે.” એમ વિચારીને બન્ને દ્વાર પાસે જઈ બોલી કે-“હે મનુષ્ય! તું મંદિરમાંથી બહાર નીકળ, અને અમારે કંચુક આપી દે, નહીં તો અમે તારા મસ્તકના ચૂરેચૂરા કરી નાખશું.” આ પ્રમાણે કહ્યા છતાં વીરશિરોમણિ ક્ષત્રિય હોવાથી લેશ માત્ર પણ ભય પામ્યો નહીં. તે વિદ્યાધરીઓ યક્ષના ભયને લીધે કમાડ ઉઘાડી પણ શકી નહીં; તેથી તેમણે બહાર રહીને જ બોલ્યા કર્યું. ત્યારપછી તેઓએ વિચાર કર્યો કે -" અહીં રાત્રિને વખતે જે રહી ગયું હશે, તેનું જે કઈ સગું હશે તે ગામમાં રેતું હશે, માટે આપણે નગરમાં જઈને આનું નામ વિગેરે જાણી આવીએ, કે જેથી આને બેલાવવામાં ઠીક પડે.” એમ વિચારી તે વિદ્યાધરીએ આકાશમાગે નગરીમાં ગઈ ચોતરફ જેવા લાગી તો એક ઠેકાણે ધારિણું અને વિમળાને મોટા દુઃખથી પિતાના પુત્રનું નામ લઈ લઈને મોકળે કઠે વિલાપ કરતી સાંભળી કે–“હા ! વીરસેન રાજાના પુત્ર પવિત્ર ચરિત્રવાળા વત્સરાજ કુમાર ! તારી આ શી અવસ્થા થઈ ? કારણ કે પ્રથમ રાજ્યનું હરણ થયું, પછી પરદેશમાં આગમન થયું, પછી પારકા ઘરમાં નિવાસ અને કષ્ટથી જનની પ્રાપ્તિ થઈ, તેમાં પણ આજે હે પુત્ર! તને ભાગ્યહીન એવા અમોએ ઇંધણા લેવા કેમ મોકલ્યો? તું હજુ સુધી કેમ ન આવ્યા ? આ પ્રમાણે તેને વૃત્તાંત જાણી તે બન્ને વિદ્યાધરીએ તે દેવાલષમાં આવી અને તેની માતા અને માસીની જેવા સ્વરવડે બોલી કે –“હે વત્સરાજ ! અમે તારા વિયોગના દુ:ખથી આખા નગરમાં ભમી ભમીને અહીં આવી છીએ, માટે તું બહાર 28 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust