________________ પંચમ પ્રસ્તાવ. . . 215 ગેરે માગી લાવીને તેને આપ્યાં. વત્સરાજ પ્રાત:કાળે વહેલો ઉઠી કુહાડી વિગેરે સામગ્રી લઈને એક મોટા અરણ્યમાં ગયે. ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો જોઈ તેણે વિચાર કર્યો કે “જે કોઈ શ્રેષ્ઠ ચંદનનું વૃક્ષ મળી આવે છે તેના કાષ્ટ વડે દારિદ્રને કાપી નાખું, અને માતા તથા માસીની ઈચ્છાને પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિચારી તેજ વનમાં ચેતરફ ભમતાં તેણે એક દેવાલય જોયું. તેમાં પ્રભાવશાળી યક્ષની પ્રતિમા જોઈ.તેને પ્રણામ કરીને તે ઉભો છે, તેટલામાં દ્વિરથી સુગંધ આવી, તેથી તેણે વિચાર્યું કે " અવશ્ય આ વનમાં કઈ પણ ઠેકાણે ચંદનવૃક્ષ છે.” એમ વિચરી આદરપૂર્વક ચોતરફ જોતાં તેણે કોઈ સ્થળે સર્પોથી વીંટાયેલું એક ચંદનનું વૃક્ષ જોયું. તે જોઈ તેણે સાહસથી તે વૃક્ષને કંપાવી સર્વ સપને કાઢી મૂક્યા. આ વન યક્ષનું હોવાથી પહેલાં કોઈએ ચંદનનું વૃક્ષ છેવું ન હતું, પરંતુ આ તે સાહસિક હોવાથી તેણે તે ચંદન વૃક્ષની એક શાખા કાપી નાંખી. પછી તેના નાના કકડા કરી કાવડમાં નાંખી હર્ષ સહિત પોતાના ઘર તરફ ચાલતાં જેટલામાં નગરની સમીપે આવ્યો, તેટલામાં માર્ગમાં જ સૂર્ય અસ્ત પામે, તેથી નગરના દરવાજા બંધ થઈ ગયા. કેમકે તે નગરીમાં શાકિનીના ભયને લીધે એ રીવાજ હતો કે સૂર્યાસ્ત થતાં દરવાજા બંધ કરવા અને સૂર્યોદય થયા પછી ઉઘાડવાં. અહીં રહ્યા રહ્યા વત્સરાજે વિચાર કર્યો કે–“જો નગરીની બહાર કઈ પણ ઘરમાં હું રાત્રિ રહીશ તો આ ચંદનને ગંધ ચોતરફ પ્રસરશે, અને લેકે ચંદનના કાષ્ટને જાણ જશે, માટે પાછે તે વનમાં જઈને જ રાત્રી રહું.” વળી વિચાર્યું કે–“આજે ઠંડી સખત છે, તેથી મને શીતનો ઉપદ્રવ થશે તે હું. શું કરીશ ?" એમ વિચારતાં તેને યાદ આવ્યું કે–વનમાં જઈને પેલા દેવાલયમાં જ રહું” એમ વિચારી તે શિધ્રપણે ત્યાં ગયે, અને એક મોટા વૃક્ષ ઉપર ઉંચે ચંદન કાઝની કાવડને બાંધી પોતે દેવાલયમાં પેઠે; અને તેના દ્વાર બંધ કરી સમીપે કુહાડી મૂકી તે વીરશિરોમણિ તેના એક ખુણામાં નિર્ભયપણે સુઈ ગયે; તેટલામાં વૈતાઢય પર્વત પર વસનારી વિદ્યાધરીઓને સમૂહ વિ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust