________________ 214 શ્રી શાંતિનાથ ચરિત્ર. આપ્યો કે આ વત્સરાજ વાછરડાઓને એકલા મૂકી કયાં જાય છે તે સમજાતું નથી. વાછરડાઓ હમેશાં વહેલા આવે છે.” તે સાંભળી જ્યારે વત્સરાજ ઘેર આવ્યા ત્યારે તેઓએ ક્રોધથી તેને કહ્યું કે –“હે વત્સ ! તું શું ભૂલી ગયે છું કે આપણે અહીં પરદેશમાં આવી પારકે ઘેર કર્મકરપણું કરીએ છીએ. આપણને ભેજન પણ મહા કષ્ટથી મળે છે. આવા સંચાગમાં તું અમને ઠપકો કેમ ખવરાવે છે?” તે સાંભળીને તેણે માસીની પાસે કહ્યું કે–“હું હવે વાછરડાઓને ચારીશ નહીં; તમારે શ્રેષ્ઠીને કહી દેવું.” ત્યારે તેની માતાએ શ્રેષ્ઠીને કહ્યું કે–“આ. મારે પુત્ર બાળક છે, મુગ્ધપણને લીધે રમત કરે છે, તેથી તે વાછરડાઓ બરાબર ચારતા નથી. અમે તેને ઘણું કહ્યું, પરંતુ તે બાળક હોવાથી માનતા નથી.” આ પ્રમાણે તે બન્નેએ અશ્રુપાત સહિત કહ્યું, એટલે દયા આવવાથી શ્રેષ્ઠીએ તે બન્નેને કહ્યું કે –“બાળકો એવા સ્વેચછાચારી જ હોય છે.” તે સાંભળી તે બન્ને મેન રહી. - હવે વત્સરાજ નિરંતર પ્રાતઃકાળે ઉઠીને પેલા કુમારે પાસે જઈ કળાભ્યાસ કરવા લાગ્યા, અને ભજન પણ ત્યાંજ કરવા લાગ્યા. એકદા તેની માતાએ તેને પૂછયું કે –“હે વત્સ! તું હમેશાં સંધ્યાકાળ સુધી ક્યાં રહે છે? ક્યાં જાય છે? અને ક્યાં ભજન કરે છે ? " ત્યારે તે બે કે–“ જ્યાં રાજકુમારે કળાભ્યાસ કરે છે ત્યાં હું જાઉં છું, તેઓની સાથે કળાભ્યાસ કરું છું, અને ત્યાંજ ભેજન પણ કરૂં છું.” તે સાંભળી ધારિણી માતા અશ્રુસહિત લોચનવાળી થઈને બેલી કે –“હે પુત્ર ! તું અમારી ચિંતા કેમ કરતું નથી ? હે વત્સ ! આપણે ઘરે ઇંધણું પણ નથી, માટે ક્યાંઈથી લાવી આપે તે સારૂં.” આ પ્રમાણેનું માતાનું વચન સાંભળી તે બેલ્યો કે– “હે માતા! શ્રેષ્ઠી પાસેથી કુહાડી અને કાવડ મને લાવી આપે તે હું વનમાં જઈ લાકડાં લાવી આપું. તે સાંભળી તેમણે કુહાડી વિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust