________________ 216 શ્રી શાંતિનાથ ચરિત્ર માનમાંથી ઉતરી તેજે યક્ષના મંદિરમાં આવ્યા, અને ઉત્તમ શૃંગાર સજી યક્ષની ભક્તિને માટે ગીત નૃત્ય કરવા તેઓ તૈયાર થઈ, તે વખતે પ્રસાદના બહારના મંડપમાં રહેલી તેઓ પરસ્પર બોલી કે“હે ચિત્રલેખા ! તું વીણું વગાડ. હે માનસિકા ! તું તાલ વગાડ. હે વેગવતી ! તું વગાડવા માટે પટને સજજ કર. હે પવનકેતના ! તું મૃદંગ તૈયાર કર. હે ગાંધર્વિકા ! તું ગાયન ગા, કે જેથી અમે નૃત્ય કરીએ. અહીં મનહર સ્થાનમાં આપણે આપણી ઈચ્છા પૂર્ણ કરીએ.” આ પ્રમાણે બેલતી તે વિદ્યાધરીએ સ્વેચ્છાપૂર્વક ત્યાં હાસ્ય અને આનંદ સહિત કીડા કરવા લાગી. એ પ્રમાણે બહુ વખત સુધી આનંદ કર્યા પછી પરસેવાથી ભીંજાયેલાં પોતાના વસ્ત્રોને દૂર મૂકી બીજાં વસ્ત્રો પહેરી એક ક્ષણ વાર વિશ્રાંતિ લઈ તેઓ સર્વે પોતાના સ્થાન તરફ ચાલી. વત્સરાજે તેમની ચેષ્ટા અને ગીત નૃત્યાદિક સર્વ કેતુક કુચીના છિદ્રમાંથી જોયું હતું. પછી જ્યારે તેઓ ગઈ ત્યારે વત્સરાજ તે સ્ત્રીઓમાંથી કોઈને વિચિત્ર પ્રકારના મણિરત્નો જડેલો એક દેદીપ્ય માન કંચુક વિસરી ગયેલો જોઈ કમાડ ઉઘાડી તે શ્રેષ્ઠ કંચુક લઈને ફરીથી તરતજ મંદિરની અં- . દર પેસી ગયે.. આગળ જતાં તે વિદ્યાધરીઓમાંથી પ્રભાવતી નામની વિદ્યાધરી પોતાનો કંચુક ભૂલાઈ ગયેલે જાણી બોલી કે –“હે સખીઓ ! દેવાલયમાં મારે ઘણુ મૂલ્યવાળે કંચુક વિસરી જવાય છે.” ત્યારે તેઓ બોલી કે “હે પ્રભાવતી ! તું વેગવતીને સાથે લઈ ત્યાં જઈને જલદી તારે કંચુક લઈ આવ.” એટલે તે બનેએ શિધ્રપણે ત્યાં આવી કંચુકની શોધ કરી, પરંતુ કોઈ પણ ઠેકાણે જો નહીં. ત્યારે પ્રભાવતીએ વેગવતીને કહ્યું કે-“હે સખી! આટલી વારમાં કંચુક કયાં જાય? આ ઠેકાણે કોઈ મનુષ્ય પણ સંભવતો નથી, મધ્ય રાત્રિનો સમય છે, તે તેને લેનાર કેણું હશે ? " વેગવતી બેલી કે–“ કદાચ વાયુવડે ક્યાંઈક દૂર ઉડી ગયે હશે તે આપણે પ્રમાદ મૂકીને બરાબર જોઈએ.” એમ 1 કાંચળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust