________________ 212 ત્રી સતિના ચરિત્ર. રાણુ નામને રાજા રાજ્ય કરતો હતે. તેને કમલશ્રી નામની. પટ્ટરાણી હતી. ત્યાં નગરીની બહાર માર્ગમાં પગે ચાલવાથી થાકી ગયેલી ધારિણું દેવી એક વૃક્ષની છાયામાં બેઠી, અને વિચાર કરવા લાગી કે “અરે દેવ ! તે આ શું કર્યું ? હું વીરસેન રાજાની પ્રાણપ્રિયા થઈને પણ આવી કષ્ટકારક અવસ્થાને કેમ પામી ? " આ પ્રમાણે તે વિચાર કરતી હતી, તેટલામાં તેના. બહેન વિમળાએ ધારિણીની રજા લઈ નિવાસનું સ્થાન જેવા માટે નગરીમાં પ્રવેશ કર્યો. નગરીના જનોને જોતી જોતી અનુક્રમે. તે સેમદત્ત નામના શ્રેષ્ઠીના ઘરનો માર્ગ જોઈ તેમાં પેઠી. ત્યાં શાંત મૂર્તિવાળા અને પરોપકારી તે શ્રેષ્ઠીને બેઠેલા જોઈ દીન. વચનથી તે બેલી કે –“હે તાત ! હું, મારી બેન અને તેને પુત્ર એ ત્રણ મનુષ્યો અમે પરદેશથી અહીં આવ્યા છીએ. જે તમે કાંઈક અમને રહેવાનું સ્થાન આપો તો અમે તમારા આશ્રય તળે સુખેથી રહીએ.” તે સાંભળી તે શ્રેષ્ઠીએ દાક્ષિણ્યપણાથી અને પરોપકાર બુદ્ધિથી તેને એક ઓરડી બતાવીને કહ્યું કે –“તમારે અહીં રહેવું, પરંતુ આનું કાંઈ ભાડું આપશે કે નહીં ? " ત્યારે તે બોલી કે –“હે શ્રેષ્ઠી ! અમારી પાસે ભાડું આપીએ તેવું તો કાંઈ નથી, પરંતુ અમે બે બહેનો તમારે ઘેર નિરંતર સઘળું કામ કરશું, તેના બદલામાં તમારે અમને માત્ર ભજન જ દેવું. મેટાને ઘેર તૃણ પણ કામમાં આવે છે, તે મનુષ્યનું શું કહેવું?” આ પ્રમાણેનું તેનું વચન શ્રેષ્ઠીએ અંગીકાર કર્યું. ત્યારે તે વિમળા પુત્ર સહિત ધારિણીને ત્યાં બોલાવી લાવી. - પછી તે શ્રેષ્ઠીના આશ્રયથી તે ત્રણે ત્યાં રહ્યાં. બન્ને બહેને શેઠને ઘેર કર્મકરની વૃત્તિ કરવા લાગી, અને વત્સરાજ તે શ્રેષ્ઠીના વાછરડાઓ લઈને વનમાં ચારવા જવા લાગ્યો. એકદા વાછરડાઓ ચરતા હતા, અને વત્સરાજ વૃક્ષની છાયામાં બેઠો હતો. તેવામાં સમીપે કસરત કરતા રાજપુત્રોનો શબ્દ સાંભળી કૌતુકથા તે જોવા માટે ત્યાં ગયા. તે રાજપુત્રોમાંથી કોઈ એક જરા પણ ઘા કરતા ચુકતા હતા ત્યારે પાસે ઉભેલા તે વત્સરાજનું મુખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust