________________ 175 ચતુર્થ પ્રસ્તાવ. - 8 ત્યારપછી એકદા રાજાએ કહેવરાવ્યું કે –“હે લેકે! 'તમારા ગામની ઉત્તર દિશામાં જે વન છે, તે ગામની દક્ષિણ દિશામાં કરે.” ત્યારે રેહકે જવાબ કહેવરાવ્યું કે –“વનની ઉત્તર દિશામાં ગામનું સ્થાપન કરી આપો. તેમ કરવાથી ગામની દક્ષિણ દિશામાં વન રહેશે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે “આની બુદ્ધિ અતિ તીવ્ર છે.” - 9 ફરીથી એકદા રાજાએ આદેશ આપે કે–“અગ્નિ વિના ખીર રાંધીને મને એકલો.” તે સાંભળી રહકે ઉકરડાની વચ્ચે નથી '. તપેલી મૂકી. તેની ગરમીથી ખીર રાંધીને મોકલી. એ રીતે રાજાની આજ્ઞા પ્રમાણુ કરી. 10 ત્યારપછી રાજાએ ગામના લોકોને કહેવરાવ્યું કે:“ તમારા ગામમાં જે માણસ આ બુદ્ધિમાન છે, તેને આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ વ્યવસ્થાઓ કરીને મારી પાસે મોકલે. તે વ્યવસ્થા આ પ્રમાણે–તેણે સ્નાન કરીને આવવું નહીં અને મલીન શરીરે પણ આવવું નહીં, વાહન ઉપર ચડીને આવવું નહીં અને પગે ચાલતાં પણ આવવું નહીં, ઉન્માગે આવવું નહીં તેમજ સીધા માર્ગે પણ આવવું નહીં, રાત્રે આવવું નહીં તેમજ દિવસે પણ આવવું નહીં, કૃષ્ણ પક્ષમાં આવવું નહીં તેમજ શુકલ પક્ષમાં આવવું નહીં, છાયામાં આવવું નહીં તેમજ તડકે પણ આવવું નહીં, ભેટાણું લઈને આવવું નહીં તેમજ ખાલી હાથે પણ આવવું નહીં.” આ પ્રમાણે આજ્ઞા થવાથી રેહકે જળવડે શરીર ધોયું પણ લુહ્યું નહીં. બેકડા ઉપર ચડ્યો છતાં પગવડે ભૂમિને સ્પર્શ થાય તેમ ચાલ્યો. અમાવાસ્યા ઉપર પડવાને દિવસે સંધ્યાકાળ સમયે ચાળણીને માથા પર રાખીને ગાડાના ચીલાની વચ્ચે ચાલતો હાથમાં માટીને પિંડ લઈ રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરી તેની સન્મુખ બેઠે અને માટીને પિંડ રાજા પાસે મૂક્યો. રાજાએ પૂછયું—“આ શું?” તે બે –“હે સ્વામી ! આ જગતની માતા મૃત્તિકા છે.” ફરી રાજાએ પૂછયું કે તું કેવી રીતે અહીં આવ્યો ?" તે બે –“જેમ આપે હુકમ કર્યો હતો તે જ પ્રમાણે હું આવ્યો છું.” એમ કહી રાજાની પાસે સર્વ વૃત્તાંત તેણે વિસ્તારથી કહ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust