________________ 198 શ્રી શાંતિનાથ ચરિત્ર. ચિત્તવાળી વાનરી તેની સાથે પોતાનાં બાળકેની શોધ કરવા લાગી. તે વખતે પેલા નિષાદે મનમાં વિચાર્યું કે -" આજે મારે સઘળો ઉદ્યમ વૃથા થયે, આજે મને કાંઈ પણ મળ્યું નહીં, ક્ષુધાતુર પણ થયે છું, અને ખાલી હાથે ઘેર શી રીતે જઈશ?” એમ વિચારી તે પાપી નિર્દય નિષાદે વિશ્વાસવાળી અને ભાઈ ભાઈ કહીને બોલાવતી તે વાનરીને લાકડીના પ્રહારથી હણી નાખી અને તેને પિતાની કાવડમાં નાંખીને પિતાના ઘર તરફ ચાલ્યા, તેટલામાં માર્ગને વિષે તેજ વાઘ તેને મળે. વાઘે તેને કહ્યું કે “હે દુષ્ટ ! તે આ શું કર્યું ? હે પાપી ! જે વાનરીએ તને પુત્રની જેમ રાખ્યા તેને મારતાં તારા હાથ કેમ કપાયા નહીં? હે દુષ્ટ ! પાપીણું! કૃતની તારું કાળું મુખ લઈને જા. તારૂં મુખ કેશુ જુએ? તું મારી જેવાને પણ અવધ્ય છે. જે હું તને મારૂં તે તારૂં પાપ મને લાગે.” આ રીતે તેની નિંદા કરી તે વાઘે પણ તેને છોડી દીધો, એટલે તે પિતાને ઘેર ગયો. તે વખતે રાજાએ લેકના મુખથી આ વૃત્તાંત સાંભળી વિચાર્યું કે-“વાનરાઓનું રક્ષણ કરું છું અને આ દુરાત્માએ બાળકો સહિત વાનરીને હેલું છે, તેથી તેને પકડવા જોઈએ અને શિક્ષા કરવી જોઈએ, કારણ કે તેણે મારી આજ્ઞાને ભંગ કર્યો છે. કહ્યું છે કે आज्ञाभङ्गो नरेन्द्राणां, गुरूणां मानमर्दनम् / भर्टकोपश्च नारीणा-मशस्त्रवध उच्यते // 1 // રાજાની આજ્ઞાને ભંગ, ગુરૂના માનનું ખંડન અને સ્ત્રીઓ ઉપર ભર્તારને કેપ, એ તેમને શસ્ત્ર વિનાજ વધ કર્યો કહેવાય છે.” ( આ પ્રમાણે વિચારીને રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી, એટલે તેઓ તે નિષાદને પકડી ગાઢ બંધનથી બાંધી યષ્ટિ મુષ્ટિના પ્રહારથી મારતા મારતા વધસ્થાન પાસે લઈ ગયા, તેટલામાં પેલા વાઘે ત્યાં આવીને કહ્યું કે–“અહે ! આને માટે યોગ્ય નથી.” સાંભળી રાજપુરૂષાએ વિસ્મય પામી તે વાઘનું વચન રાજાને કહ્યું. ત્યારે કેતુકથી રાજ પણ ત્યાં આવ્યું. તે વખતે ફરીને પણ તે વાઘે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust