________________ પંચમ પ્રસ્તાવ. 203 मरण समं नत्थि भयं, खुहा सगा वेयणा नत्थि / पंथ समा नत्थि जरा, दालिद्द समो पराभवो नत्थि // 1 // મરણ સમાન બીજે કઈ ભય નથી, સુધા સમાન બીજી કોઈ વેદના નથી, મુસાફરી સમાન બીજી કઈ વૃદ્ધાવસ્થા નથી અને દારિદ્ર સમાન બીજો કોઈ પરાભવ નથી.” તેથી હે મિત્ર ! તું તેવું કર કે જેથી મારી તે વેદના દર થાય.” તે સાંભળી ગંગદત્તે વિચાર્યું કે આ દુરાત્માએ કુવાના સજીને વિનાશ કર્યો છે અને હવે આ ક્રર મારે પણ વિનાશ કરવા ઈચ્છે છે. તે હવે કાંઈ પણ ઉપાય કરીને આ દુષ્ટથી મારા આત્માનું રક્ષણ કરૂં.” આ પ્રમાણે વિચારી ગંગદત્તે પ્રિયદર્શનને કહ્યું કે–“હે સ્વામી! તમારે માટે હું મોટી નદીઓના હેમાં જઈ મારી જાતિના જીવોને લઈ આવું, પરંતુ ત્યાં જવાની મારી શક્તિ નથી, તેથી જે આ ચિત્રલેખા મને ચાંચમાં પકડી ત્યાં લઈ જાય તે હમેશાં તમારી પ્રાણવૃત્તિ સુખેથી થઈ શકે.” તે સાંભળી પ્રસન્ન થયેલા તે પે પોતાના સ્વાર્થને માટે ચિત્રલેખા સારિકાને આજ્ઞા આપી. ત્યારે ચિત્રલેખાએ ચાંચના પુટવડે ગંગદત્તને ઉપાડીને કેઈ મોટા બ્રહમાં મૂક્યું. તે વખતે તે દેડકે જળમાં પ્રવેશ કરી ત્યાં સુખે રહ્યો. ક્ષણવાર પછી તેના ચિત્તના અભિપ્રાયને નહીં જાણનારી ચિત્રલેખા બોલી કે- " હે ગંગદન! જલદી ચાલ. આપણે સ્વામી પ્રિયદર્શન મહા કષ્ટથી રહે છે માટે તારૂં તેને કહ્યા પ્રમાણેનું ઈચ્છિત કરીને જેલતી આવ.” તે સાંભળી ગંગદત્તે કહ્યું–“હે સારિકા ! સાંભળ “ભૂપે પ્રાણી કયું પાપ ન કરે? બધાં પાપ કરે. કારણ કે સુધાદિકથી ક્ષીણ થયેલા મનુષ્યો કરૂણું રહિત હોય છે. માટે હે ભદ્રા તું પ્રિયદર્શનને કહેજે કે ગંગદત્ત હવે ફરીથી કુવામાં આવશે નહીં.” આ પ્રમાણે પિતાને અભિપ્રાય કહીને તેણે ફરીથી કહ્યું કે– હે ભદ્રે ! તારે પણ હવે પછી તેને વિશ્વાસ કરવો નહીં. " તે સાંભળી સારિકા પોતાને સ્થાને ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust