________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. યુદ્ધ કરવા લાગ્યા, તેથી નદીમાં પડ્યા અને આર્તધ્યાનવડે મરણ પામ્યા. મરણ પામીને તે બને આ વનમાં આ બે પક્ષીએ થયા છે. હે રાજા ! આ બન્ને એક ઠેકાણે ભેગા થઈને યુદ્ધ કરતા હતા, તેમને જોઈ મેં તેઓને અધિષ્ઠિત કર્યા.” આ પ્રમાણે કહી રાજાની પ્રશંસા કરી તે દેવ પિતાને સ્થાને ગ. રાજા પણ અક્ષત અંગવાળે થયે. ત્યાર પછી સભાસદોએ મેઘરથ રાજાને પૂછયું કે –“હે સ્વામી ! આ દેવ કોણ હતો? અને અપરાધ વિના તમને ઘણા પ્રકારની માયા કરીને પ્રાણસંશયના કષ્ટમાં કેમ નાંખ્યા ? " ત્યારે મેઘરથ રાજાએ કહ્યું કે –“હે જ ! જ તમને જૈતુક હેય તે તેનું કારણ સાવધાનપણે સાંભળો.- “આ ભવની પહેલાં પાંચમે ભવે હું અનંતવીર્ય નામના વાસુદેવને મોટે ભાઈ અપરાજિત નામનો બળદેવ હ. તે ભવે દુમિતારી નામને પ્રતિવાસુદેવ અમારે શત્રુ હતે. અમે તેની પુત્રીનું હરણ કરી તેને મારી નાંખ્યું હતું. ત્યાર પછી તે સંસારરૂપી અરણ્યમાં ભ્રમણ કરીને આજ ભરતક્ષેત્રમાં અષ્ટાપદ પર્વતની સમીપે તાપસને પુત્ર થયો. ત્યાં અજ્ઞાન તપ કરી આયુષ્યને ક્ષયે મરણ પામી ઈશાન દેવલોકમાં સુરૂપ નામે દેવ થયે છે. જ્યારે ઇંદ્ર સભામાં મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વ ભવના દ્વેષથી તે દેવ મારી પ્રશંસા સહન ન થવાથી મારી પરીક્ષા કરવા અહીં આવ્યો. ત્યારપછી જે થયું તે તમે એ પ્રત્યક્ષ જોયું છે.” આ પ્રમાણે સાંભળી સર્વે સભાજને ચમત્કાર પામ્યા. તેમજ તે બંને પક્ષીઓ પણ પિતાનું વૃત્તાંત અને દેવનું વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી પોતાની ભાષમાં બોલ્યા કે-“હે સ્વામિન ! અમે અમારું ચરિત્ર સાંભળી ચિત્તમાં વૈરાગ્ય પામ્યા છીએ. હવે અમારે જે કરવા લાયક હોય તે બતાવો.” ત્યારે રાજાએ કહ્યું કે“હે પક્ષીઓ! તમે ભાવથી સમકિતને અંગીકાર કરી પાપને નાશ કરનારૂં અનશન ગ્રહણ કરે.” તે સાંભળી તે બન્નેએ તે પ્રમાણે કરી અનશન કર્યું. અને પંચ નમસ્કારનું સ્મરણ કરતાં મરણ પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust