________________ ર૦૮ શ્રી શાંતિનાથ ચગ્નિ. બને દેવાંગનાએ મેઘરથ રાજાને ધ્યાનમાં નિશ્ચળ જાણ પોતાને અપરાધ ખમાવી, નમસ્કાર કરી, તેમના ગુણસમૂહની પ્રશંસા કરતા પિતાને સ્થાનકે ગઈ. પ્રાત:કાળે પ્રતિમાને તથા પૈષધને પારી મેઘરથ રાજાએ વિધિ પ્રમાણે પારણું કર્યું. .. એકદા મેઘરથ રાજા સમગ્ર સામંતાદિક પરિવાર સહિત સભામાં બેઠા હતા તે વખતે ઉદ્યાનપાળકે આવી ભક્તિપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન ! આપને હું વધામણી આપું છું કેઆજે આપના નગરના ઉદ્યાનમાં આપના પિતા શ્રી ઘનરથ જિનેશ્વર સમવસર્યા છે.” તે સાંભળી રાજા હર્ષના પ્રકર્ષથી પૂર્ણ થયા, અને તેનું શરીર રોમાંચથી વ્યાપ્ત થયું. તરતજ ઉદ્યાનપાલકને તેણે પ્રીતિદાન આપ્યું. પછી કુમાર તથા હાથી, અવે, સામતા અને માંડળિક વિગેરે સમગ્ર પરિવાર સહિત મોટા ઉત્સવ પૂર્વક શ્રી જિનેશ્વરને વાંદવા તેઓ ગયા. ત્યાં જઈ ભગવાનને વંદના કરી, સમગ્ર સાધુઓને નમસ્કાર કરી, ભક્તિથી ચિત્તને સુવાસિત કરી ચગ્ય સ્થાને બેઠા. આ અવસરે શ્રી જિનેશ્વરે સર્વને સાધારણ એવી વાણીવડે સમગ્ર પ્રાણુઓને પ્રતિબધ કરનારી ધર્મદેશના આ પ્રમાણે આપી-- , “હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી જિનેશ્વરની પૂજા કરવામાં, તેને વંદના કરવામાં તથા નવું જ્ઞાન ગ્રહણ કરવામાં લેશમાત્ર પણ પ્રમાદ કરે ઉચિત નથી. જે પુણ્યવાન જીવ ધર્મકાર્યમાં પ્રમાદ રહિત થાય છે, તેને કદાચ કો આવી પડે તો પણ તે સૂરરાજની જેમ સુખ રૂપ થાય છે.” આ પ્રમાણે પ્રભુ બેલ્યા, એટલે ગણધરે શ્રી જિનેશ્વરને નમસ્કાર કરીને વિનંતિ કરી કે –“હે સ્વામિન ! તે સૂરરાજ કોણ હતું કે જે ધર્મકર્મમાં પ્રમાદ રહિત થયે?” ત્યારે ભગવાન બોલ્યા કે-“હે ભદ્ર! જે તેનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા હોય તે સાવધાન થઈને સાંભળો. સૂરરાજ (વત્સરાજ) ની સ્થા– આજ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust