________________ પંચમ પ્રસ્તાવ 29 છે. તેમાં પ્રજાનું પાલન કરવામાં તત્પર અને ગુરૂપી ૨ના મંદિરરૂપ વીરસિંહ નામનો રાજા રાજ્ય કરતા હતાં. તે રાજાને શીલરૂપી અલંકારને ધારણ કરનારી અને તેના ડાબા અંગનું હરણ કરનારી ધારિણી નામની પ્રિયા હતી. એકદા તે રાણી સ્વનમાં પોતાની આગળ જતા દેવેંદ્રને જોઈને જાગી ગઈ. પ્રાત:કાળે તે સ્વપ્ન ભર્તારને કહ્યું. રાજાએ પોતાના ચિત્તમાં સ્વપ્નને વિચાર કરીને કહ્યું કે–“આ સ્વપ્નના પ્રભાવથી તને પુત્ર થશે, પરંતુ ચાલતા દેવેંદ્રને જેવાથી તે પુત્ર કાંઈક ચણિત ચિત્તવાળે થશે.” ત્યારપછી અનુક્રમે ગભ સમય પૂર્ણ થયે તેણીએ પુત્ર પ્રસબે. માતાપિતાએ તેનું નામ સ્વપનને અનુસારે દેવરાજ પાડયું. તે કુમાર વૃદ્ધિ પામતું હતું, તેવામાં એકદા તે રાણીએ ફરીથી સ્વનમાં શંખ જેવો ઉજ્વળ, પુષ્ટ શરીરવાળા અને પિતાના ઉત્સગમાં રહેલે એક વૃષભ જે. પછી જાગૃત થઈને પ્રાત:કાળે તેણુએ રાજાને કહ્યું કે -" સ્વામી ! આજે સુખશસ્યામાં સૂતેલી મેં સ્વપનમાં કૈલાસ પર્વતની જેવો ઉજવળ વૃષભ જોયો. તેના પ્રભાવથી મને શું ફળની પ્રાપ્તિ થશે ? " રાજાએ વિચાર કરીને જવાબ આપે કે –“હે દેવી ! આ સ્વનના પ્રભાવથી તને પુત્ર થશે, તેમજ તે પુત્ર રાજ્યનો ભાર ઉપાડવામાં ધુર્ય અને ભાગ્યવાન થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી ધારિણી દેવી હર્ષને ધારણ કરનારી થઈ અનુક્રમે પૂર્ણ સમયે શુભ મુહૂતે તેને પુત્ર પ્રસવ્યો. તેને દશ દિવસ વ્યતિત થયા ત્યારે રાજાએ સર્વ સ્વજનોને બોલાવી ભોજન કરાવી વસ્ત્ર અને તાંબલાદિવડે સત્કાર કરી તેમની સમક્ષ સ્વનને અનુસારે તે પુત્રનું વત્સરાજ નામ પાડ્યું. તે પણ અનુક્રમે વૃદ્ધિ પામી આઠ વર્ષનો થયો, ત્યારે તેને સૂક્ષ્મ બુદ્ધિવાળો જાણી કળાચાર્યની પાસે ભણવા મૂકો. ત્યાં તે સમગ્ર કળાઓ ભા. એકદા તેના પિતા વીરસિંહ રાજ પોતાના શરીરમાં દાહવરાદિક મહાવ્યાધિથી વ્યાપ્ત થયું. તે વખતે સમગ્ર રાજપરિવાર તેમને વિષમ રોગથી પીડા પામતા જોઈ અત્યંત દુ:ખી થયો. 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust