________________ પંચમ પ્રસ્તાવ. 27 ભવનપતિમાં દેવ થયા. મેઘરથ રાજા પૈષધ વ્રતને પારી વિધિપૂર્વક પારણું કરી ફરીને ભેગસુખ ભેગવવા લાગ્યા. એકદા તે મેઘરથ રાજા પરિષહ અને ઉપસર્ગોને વિષે નિર્ભ થઈ વૈરાગ્યના રંગવડે અઠ્ઠમ તપ કરી શરીરને નિશ્ચળ કરી પ્રતિમા ધારણ કરીને રહ્યા હતા, તે વખતે અઠ્ઠાવીશ લાખ વિમાનના અધિપતિ ઈશાનેં ભક્તિના વાશથી કહ્યું કે –“માહામ્યવડે સમગ્ર ત્રણ લેકને જીતનાર અને પાપનો નાશ કરનાર હે રાજન્ ! તમે તીર્થકર થવાના છે, તેથી તમને હું નમસ્કાર કરૂં છું.” આ પ્રમાણે ઈશાનંદ્રને કહેલ નમસ્કાર સાંભળી સમીપે બેઠેલી તેની પ્રિયાએ તેને પૂછયું કે–“હે સ્વામી ! હમણાં તમે કેને નમસ્કાર કર્યો?” દેવે કહ્યું કે-“હે સુંદરી ! પૃથ્વમંડળ પર પુંડરીકિ નગરીમાં મેઘરથ નામના રાજા અઠ્ઠમ તપ કરી સ્થિર ચિત્તે શુભ ધ્યાન સહિત પ્રતિમાએ રહેલા છે. તેને મેં નમસ્કાર કર્યો. આવી રીતે શુભ ધ્યાનમાં તત્યર અને ધર્મકર્મમાં નિશ્ચળ એવા તે મેઘરથ રાજાને ધ્યાનથી ચળાવવાને ઈદ્ર સહિત દેવો પણ સમર્થ નથી.” આ પ્રમાણેનું ઇંદ્રનું વચન સાંભળી સુરૂપ અને અતિરૂપા નામની બે ઈદ્રની પ્રિયાઓ તે રાજાને ક્ષેભ પમાડવા માટે તેની પાસે આવી. અત્યંત મનોહર રૂપ લાવણ્ય અને કાંતિએ કરીને યુક્ત એવી તે બનેએ વિલાસ સહિત શૃંગારરસને પ્રગટ કરી તે રાજાને કહ્યું કે—“હે સ્વામી ! અમે દેવાંગનાઓ છીએ. તમારા પર સ્નેહથી મેહ પામીને તમારી પાસે આવી છીએ, તેથી તમે અમારી ઈચ્છા પૂર્ણ કરો અમારો પતિ કે જે દેવેંદ્ર છે તે અમારે સ્વાધીન છે, તે પણ તેને છોડીને તમારા લાવણ્યપર મેહ પામી અમે અહીં આગમન કર્યું છે, તેથી હે સ્વામિન ! તમારે અમારી પ્રાર્થના સફળ કરવી યોગ્ય છે.” આવી રીતે કહી આખી રાત્રિ અનેક અનુકૂળ ઉપસર્ગોએ કરીને તેમને ક્ષેભ પમાડવા લાગી, પરંતુ તે રાજા લેશ માત્ર પણ ચળાયમાન થયા નહીં, મેરૂ પર્વતની જેમ નિશ્ચળ જ રહ્યા, એટલે થાકીને તે 1 કાઉસ્સગ કરીને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust