________________ પંચમ પ્રસ્તાવ. 107 જેમ તે રાજા હિતકારક વાનરથી પણ મરણ પામે, તેમ તું પણ અનર્થને પામીશ.” આ પ્રમાણે વાઘની કહેલી કથા સાંભળી તે નિષાદે તત્કાળ તે વાનરીને વાઘની પાસે ફેંકી. તે વખતે વાઘે તે વાનરીને કહ્યું કે“ હે ભદ્રે ! તારે મનમાં શોક ન કરે, કારણ કે જેવા પુરૂષની સેવા કરાય તેવું ફળ પ્રાપ્ત થાય જ છે. તે સાંભળી વાનરીને તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તેણીએ સંજ્ઞાથી વાઘને જણાવ્યું કે—“ હે વાઘ ! હવે તું મારું રક્ષણ કરીશ નહીં, મારૂં ભક્ષણજ કર. વળી સાંભળ, વાનરાઓના પ્રાણ પૂંછડામાં હોય છે, તેથી તારે પ્રથમ મારું પુછજ ગ્રહણ કરવું.” તે સાંભળી વાથે હર્ષ પામી તે પ્રમાણે કર્યું, એટલે તે વાનરી એકદમ વાઘના મુખમાં પુછ મૂકી ફાળ મારી શિધ્રપણે વૃક્ષ પર ચડી ગઈ. તે જોઈ વિલ થયેલે વાઘ અન્યત્ર ચાલ્યા ગયે. ત્યારપછી તે નિષાદની ઉપર કાંઈ પણ છેષ રાખ્યા વિના જ તે વાનરીએ તેને કહ્યું કે–“હે ભાઈ! તે વાઘ ગયે. હવે તું વૃક્ષથી નીચે ઉતર. " ત્યારે તે વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો. પછી તે વાનરી આગળ ચાલી તેને લતાના આશ્રયવાળા પોતાના ઘરમાં લઈ ગઈ. ત્યાં તે વાનરીનાં બાળકો હતાં. તેમની પાસે તેને બેસાડી, તેને સત્કાર કરવા માટે પિતે ફળો લેવા વનમાં ગઈ. તે વખતે ક્ષુધાતુર થયેલા તે દુષ્ટ નિષાદે તેના બાળકોનું ભક્ષણ કર્યું, અને પછી નિશ્ચિતપણે તે સુઈ ગયો. એટલામાં તે વાનરી વનમાંથી સ્વાદિષ્ટ ફળ લઈને આવી, તેટલામાં તેણીએ તેને સુતેલે છે, અને પિતાનાં બાળકોને જયાં નહીં, ત્યારે તેણીએ તેને ઉઠાડી ફળો આપ્યાં. પછી તે વાનરી તે નિષાદની સાથે પિતાનાં બાળકોની શોધ કરવા વનમાં અહીં તહીં ભમવા લાગી, પરંતુ નિષાદના આ સર્વ દ વાનરીએ મનમાં પણ આપ્યા નહીં. પ્રથમ તેને વૃક્ષ ઉપરથી નાંખી દીધી હતી અને અત્યારે તેનાં બાળકોને પણ તે ખાઈ ગયો હતો એ વિગેરે તેના દેષને વિચાર્યા વિના જ તેને ભાઈ સમાન ગણતી તે સરળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust