________________ 196 શ્રી શાંતિનાથ ચરિત્ર. પાસે આવી જશે તે નિષાદને કહ્યું કે " હે પુરૂષ ! તું આ વાનરીને વિશ્વાસ ન કર. જે તું તારૂં હિત ઇચ્છતા હોય તે મને સાત દિવસના ભૂખ્યાને આ વાનરી આપી દે, અને તું સુખે કરીને જીવ નહીં તે તું ક્ષેમકુશળ ઘેર જવા પામીશ નહીં. વળી શું તે એટલું પણ સાંભળ્યું નથી કે પૂર્વે એક વાનરે રાજાને વિનાશ કર્યો હતો?” તે સાંભળી નિષાદ બે –“હે વાઘ ! તે કથા મને કહે.” ત્યારે વાઘે આ પ્રમાણે તે કથા કહી– “પૂર્વે નાગપુર નામના નગરમાં પાવક નામે મેટે સમૃદ્ધિવાળા રાજા હતો. એકદા અશ્વકીડા કરતાં તે રાજા એક વિપરીત શિક્ષાવાળા અશ્વવડે બળાત્કારે ખેંચીને મોટા અરણ્યમાં લઈ જવાયા. તે વનમાં ભૂખ્યા, તરણ્યા અને એકલા ભમતા રાજાને કઈ એક વાનર મળ્યો. તેણે તે રાજાને મને હર સ્વાદવાળાં ફળ લાવી આપ્યાં, અને નિર્મળ જળથી ભરેલું એક મોટું સરોવર તેને દેખાડ્યું. રાજાએ તે ફળ ખાધાં, પાણી પીધું, અને પછી સ્વસ્થ થઈ તે એક વૃક્ષની છાયામાં સુખે કરીને બેઠે. તેટલામાં તેની પાછળ નીકળેલું સર્વ સૈન્ય આવી પહોંચ્યું. પછી જ્યારે તે રાજા સૈન્ય સહિત પોતાના નગર તરફ ચાલે ત્યારે તેણે તે વાનરને પણ સાથે લીધે, અને પોતાના નગરમાં ગયો. ત્યાં વાનર ઉપર ઘણી પ્રીતિ હોવાથી રાજા તેને હમેશાં વારંવાર મોદક વિગેરે પકવાને ખવરાવવા લાગ્યો, તથા રાજાની આજ્ઞાથી તે વાનર કેરી અને કેળાં વિગેરે ઈચ્છિત ફળને પણ ખાવા લાગ્યું. તે વાનરના ઉપકારને સ્મરણ કરતે રાજા તેને નિરંતર પોતાની પાસે જ રાખવા લાગ્યા. એકદા વસંત ઋતુમાં તે રાજા ઉદ્યાનમાં જઈ હીંચકા ખાવા, જળકીડા કરવી અને પુપે ચુંટવા વિગેરે ક્રીડા કરી થાકી જવાથી ત્યાંજ સુઈ ગયે, અને તે વાનરને પોતાના અંગરક્ષક તરીકે રાખે. તેટલામાં રાજાના મુખની પાસે એક ભ્રમર ઉડવા લાગે, તે જોઈ સ્વામી પરની ભક્તિને ધારણ કરતા તે નિબુદ્ધિ વાનરે ખવડે મરને મારવાના મિષથી તેના પર પગને પ્રહાર કર્યો, તેથી રાજાનું મસ્તક છેદાઈ ગયું. તેથી હે નિષાદ! તું પણ આ વાનરીને વિશ્વાસ ન કર, નહીં તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust