________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. આકુળવ્યાકુળ થઈ પૃથ્વી પર પડી ચેતના રહિત થઈ ગઈ. તે જોઈ સખીઓએ રાજાને ખબર આપ્યા. તે સાંભળી રાજા પણ અત્યંત - શોકાતુર અને દુઃખથી વિહંળ થઈ વિલાપ કરવા લાગ્યા કે—“ અરે ! હજુ એક દુઃખના પારને હું પામ્યો નથી, તેટલામાં મને બીજી દુઃખ પ્રાપ્ત થયું. હવે હું શું કરું? એમ વિચારી રાજાએ તત્કાળ અનેક મંત્રવાદીઓને લાવ્યા. તે સર્વે તે કન્યાને ઉપચાર કરવા લાગ્યા, પરંતુ તેને કાંઈ પણ ગુણ થયો નહીં. તે વખતે એક મંત્ર વાદીએ રાજાને કહ્યું કે–“હે રાજન ! મને નિર્મળ જ્ઞાન છે, તેથી હું જાણું છું કે આપે જે આ બ્રાહ્મણને વધની આજ્ઞા કરી છે તે બ્રાદ્વાણ નિર્દોષ છે. તેનું વૃત્તાંત આ પ્રમાણે છે–પૂવે આ દયાળુ બ્રાહણે અરણ્યમાં કુવામાંથી સર્પ, વાનર અને વાઘને બહાર કાઢ્યા હતા. ત્યાર પછી ચેથા એક સોનીને પણ કાઢ્યો હતો. તે વખતે તે સર્ષે વિગેરેએ આ બ્રાહ્મણને કહ્યું હતું કે –“તમે અમારા ઉપર માટે ઉપકાર કર્યો છે, તેથી તમે કઈ વાર મથુરામાં આવજે.” એમ કહી તેઓ પોતાને સ્થાને ગયા હતા. ત્યારપછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરતે કરતો અહીં આવ્યું. ત્યારે વાનરે તેને ઉત્તમ ફળેથી સત્કાર કર્યો, અને વાઘે સત્કાર કરવા માટે તમારા પુત્રને વિનાશ કરી તેનાં આભરણ આ બ્રાહ્મણને આપ્યાં. તે લઈ આ મુગ્ધ ચિત્તવાળ બ્રાહ્મણ સનીને મળવા ગયા અને તેને વાઘે આપેલ આભરણું દેખાડ્યાં. તે જોઈ સોનીએ તે આભરણ ઓળખી કૃતઘપણાથી તમને જણાવ્યું. ત્યારે તમે તે બ્રાહ્મણને અન્યાયકારક ધારી વધ કરવાની આજ્ઞા આપી. વધ કરવા લઈ જતાં દૈવયોગે પેલા સર્વે તેને માર્ગમાં જે અને ઓળખે, તેથી તે સર્પ તેના ઉપકારનું સ્મરણ કરી આ બ્રાહ્મણને છોડાવવાના હેતુથી લતાને આંતરે રહી તમારી પુત્રીને ડસ્પે. માટે હે નાથ ! જે આ બ્રાહ્મણને તમે મૂકી દેશે તો અવશ્ય તમારી પુત્રી જીવશે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેને કહ્યું કે -" આ બાબતમાં કાંઈ પણ ખાત્રી થાય તેવું બતાવો.” એટલે તે મંત્રવાદીએ રાજપુ ત્રિીના શરીરમાં તે સર્પને ઉતાર્યો. તે પે મંત્રવાદીએ જે કહ્યું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust