________________ પંચમ પ્રસ્તાવ. તે સર્વ કબુલ કર્યું, તેથી રાજાને ખાત્રી થઈ, એટલે પેલા બ્રાહ્મણને રાજાએ મુક્ત કર્યો. તેને મુક્ત થયેલે જોઈ સર્વે કન્યાના દંશ ઉપરથી પિતાનું વિષ ચૂસીને પાછું ખેંચી લીધું, તેથી રાજકન્યા સ્વસ્થ થઈ. ત્યારપછી મંત્રવાદીએ તે બ્રાહ્મણને કહ્યું કે –“હે વિપ્ર ! આ - સપે તને જીવિતદાન આપ્યું છે.” તે સાંભળી બ્રાહ્મણ બોલ્યા અહો! પ્રાણીઓની ચેષ્ટા કેવી છે તે જુઓ ! જે પ્રાણીઓ દૂર કહેવાય છે તેઓએ કૃતજ્ઞપણને આશ્રય કર્યો, અને જે કુર કહેવાતા નથી તેણે કૃતપણું કર્યું.” એમ કહી તે બ્રાહ્મણ ફરીથી બેલ્યો કે– ' હે પુરિસે પરંપરા, ઝવા હૈિં કિ ધારિયા ઘર ! ' - उवयारे जस्स मई, उवयारं जो न विम्हरइ // 1 // ' “જેની બુદ્ધિ ઉપકાર કરવાની છે અને જે ઉપકારને ભૂલ નથી, આ બે પુરૂષને જ આ પૃથ્વી ધારણ કરે છે, અથવા એ બે પુરૂએજ પૃથ્વીને ધારણ કરી છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તે બ્રાહ્મણને તેનું વૃત્તાંત પૂછયું, ત્યારે તેણે આદિથી અંત સુધી પોતાનું વૃત્તાંત રાજા પાસે કહ્યું. તેથી સંતુષ્ટ થયેલા રાજાએ તે શિવસ્વામી બ્રાહ્મણને અત્યંત સત્કારપૂર્વક એક દેશને સ્વામી બનાવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણે પોતાના દેશમાં જઈ નાગની પૂજા કરવા માટે નાગપંચમીનું પર્વ ને વત પ્રવર્તાવ્યું. આ પ્રમાણે કથા કહીને વાઘે વાનરીને કહ્યું કે–“જેમ તે બ્રાહ્મણ સોનીને વિશ્વાસ કરવાથી વિપત્તિને પાયે, તેમ હે વાનરી! તું પણ આ નિષાદને વિશ્વાસ ન કર. આ પણ તારે તેજ અનર્થ કરશે, તેથી તેને મારા ભક્ષણ માટે મૂકી દે.” આ પ્રમાણે વાઘે કહ્યા છતાં સુંદર સ્વભાવવાળી વાનરીએ તેને મૂક્યું નહીં; ત્યારે તે વાઘ તેજ વૃક્ષની નીચે બેસી વિચાર કરવા લાગ્યું કે“અહો ! આ વાનરી કેવી નિશ્ચળ છે? " ત્યારપછી પેલો નિષાદ જાગે ત્યારે તેના ઉત્સંગમાં માથું મૂકીને વાનરી સુતી અને નિદ્રાવશ થઈ. તે વખતે તેને સુતેલી જાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust