________________ પંચમ પ્રસ્તાવ पंचम प्रस्ताव. આજ જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પંડેરીકિણી નામે પુરી છે. તેમાં નીતિ, કીર્તિ અને જયલક્ષમીનાં મંદિર રૂપ ઘનરથ નામે તીર્થકર રાજા હતા. તેને બે પ્રિયાઓ હતી. પહેલી પ્રીતિમતી અને બીજી અનેહરી, નવમાં રૈવેયકમાં રહે વાયુધનો જીવ એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી વી પહેલી પ્રિયા પ્રીતિમતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે તેની માતાએ મેઘનું સ્વમ જેયું. સહસ્ત્રાયુધને જીવ પણ ત્યાંથી એવી બીજી પ્રિયાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે તેણીએ રથનું સ્વમ જેયું. અનુક્રમે સમય પૂર્ણ થયે તે બન્ને રાણીઓએ શુભ લક્ષણવાળા પુત્ર પ્રસવ્યા. અનુક્રમે તેમનાં મેઘરથ અને દઢરથ નામ પાડ્યાં. તે બને કુમારે શિશવને ઓળંગી કળાચાર્યની સમીપે વિનય સહિત મહા બુદ્ધિશાળી હોવાથી બહોતેર કળાઓ શીખ્યા. કળાઓના સમૂહથી પૂર્ણ થઈ રૂપવડે કામદેવને પણ પરાભવ કરી તે બંને કુમાર યુવાવસ્થાને પામ્યા એટલે સુમંદિર નામના નગરના સ્વામી નિહારિ રાજાની પ્રિય મિત્રા અને મનેરમા નામની બે પુત્રીઓને મેઘરથ કુમાર પરણ્ય, અને તે જ નિહારિ રાજાની સુમતિ નામની નાની પુત્રી દઢરથ કુમારની પ્રિયા થઈ. મેઘરથની પ્રિયા પ્રિય મિત્રો અને મને રમાએ નંદિષેણ અને મેઘસેન નામના બે પુત્રને જન્મ આપે, અને દરથને સુમતિ પ્રિયાથી ૨થસેન નામે પુત્ર થયે. અનુક્રમે શિશવ દશાને ઓળંગી તે ત્રણે કુમારોએ સમગ્ર કળાઓને અભ્યાસ કર્યો. એકદા ઘનરથ રાજા પુત્ર અને પત્ર સહિત સિંહાસનને અલંકૃત કરી રાજસભામાં બેઠા હતા. તે વખતે મેઘરથે સમગ્ર . કળાને ભણેલા પુત્રને કહ્યું કે–“હે વત્સ! તમે પોતપોતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust