________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. . . આ પ્રમાણે મેઘરથનું વચન સાંભળી તે બને નેચરો તરતજ કુકડામાંથી નીકળી જઈ પ્રગટ થઈ ઘનરથ રાજાના ચરણમાં પડયા. પછી તે ખેચરકુમારે પૂર્વ ભવના પિતાને નમસ્કાર કરી ક્ષણવાર રહીને પોતાને સ્થાને ગયા અને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ ગ્રહણ કરી દુષ્કર તપ તપી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. અહીં બને કુકડા પિતાને સમસ્ત પૂર્વ ભવ સાંભળી પોતે કરેલા મહાપાપની મનવડે નિંદા-ગોં કી ઘનરથ રાજાના ચરણને નમીને પોતાની ભાષામાં બેલ્યા કે—“ હે પ્રભુ! અમે હવે શું કરીએ?” ત્યારે રાજાએ તેમને સમકિત સહિત અહિંસા ધર્મ કો. તેઓએ ભાવથી તે ધર્મ અંગીકાર કર્યો, અને તે ધર્મનું પાલન કરી તે બને કુકડા મરણ પામી ભૂતાટવીમાં તામ્રશૂલ અને વચૂલ નામના ભૂતદેવ થયા. ત્યાંથી તેઓએ વિમાનમાં આરૂઢ થઈ પિતાની ઉપર ઉપકાર કરનાર ઘનરથ રાજા પાસે આવી તેમને વંદના કરી, અને તેમની સ્તુતિ કરી રજા લઈને પોતાને સ્થાને ગયા. ઘનરથ રાજાએ ચિરકાળ સુખે કરીને રાજ્યલક્ષ્મીનું પ્રતિપાલન કર્યું. એકદા લેકાંતિક દેએ આવી ઘનરથ રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિ ! ધર્મતીર્થ પ્રવર્તાવો.” તે સાંભળી જ્ઞાનથી પિતાની દીક્ષાનો સમય જાણ સાંવત્સરિક દાન આપી મેઘરથ પુત્રને રાજ્યપર સ્થાપન કરી તેમણે દીક્ષા લીધી, અને ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા. પછી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા પૃથ્વીમંડળ પર વિચરવા લાગ્યા. એકદા મેઘરથ રાજા પોતાના નાનાભાઈ યુવરાજ દરથ સહિત અને પિતાની પ્રિયાઓ સહિત દેવરમણ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષની નીચે બેઠા હતા, તેવામાં તેમની પાસે આવીને કેટલાક ભૂતોએ નાટક કરવા માંડ્યું. તેઓએ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કર્યા, ચર્મરૂપી વસ્ત્રો ધારણ કર્યા, અને આખે શરીરે રક્ષા ચાળીને શેભા કરી. આ રીતે અતિ આશ્ચર્યકારક નૃત્ય કર્યું. તેઓ નૃત્ય કરતા હતા, તેવામાં કિંકણું અને ધ્વજાવડે ભાતું એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust