________________ પંચમ પ્રસ્તાવ. 189 શૂરવીરને શરણે આવેલા પ્રાણી, સર્પનો મણિ, સિંહની કેસરા અને સતી સ્ત્રીનું ઉર સ્થળ એટલા તેમના જીવતાં ગ્રહણ કરી શકાતા નથી.” વળી હે પક્ષી! તું પણ વિચાર કર કે પરના પ્રાણવડે પોતાના પ્રાણેનું પોષણ કરવું તે પુણ્યનું શોષણ છે, સ્વર્ગનું વારણ છે અને નરકનું કારણ છે, તેથી તારે પણ તેવું કરવું એગ્ય નથી. જેમ તારૂં એકજ પીછું છેદવાથી તને વ્યથા થાય છે, તેમ બીજાને પણ પીડા થાય છે, તેનો તું ચિત્તમાં વિચાર કર. વળી આ પારા પતના માંસનું ભક્ષણ કરવાથી તને એક ક્ષણમાત્રજ તૃપ્તિ થશે, અને આના સર્વ પ્રાણનો વિનાશ થશે, વળી પચેંદ્રિય જનો વધ કરવાથી દુષ્ટ ચિત્તવાળા પ્રાણીઓ નરકે જાય છે તેને પણ તું વિચાર, કહ્યું છે કે - श्रूयते जीवहिंसावान्, निषादो नरकं गतः / दयादिगुणसंयुक्ता, वानरी त्रिदिवं गता // 1 // શાસ્ત્રમાં સંભળાય છે કે- જીવહિંસા કરનાર નિષાદ (ભિલ) નરકે ગયે, અને દયાદિક ગુણવાળી વાનરી સ્વર્ગે ગઈ.” - તે સાંભળી શ્યન પક્ષીએ મેઘરથ રાજાને પૂછ્યું કે-“હે રાજન! તે વાનરી અને નિષાદની કથા મને કહો.” ત્યારે રાજા બોલ્યા કે - આ પૃથ્વી પર સેંકડો વાનરોથી ભરેલી હરિકાંતા નામની પુરી છે. તે પુરીમાં વાનરાઓનું પાલન કરવામાં તત્પર હરિપાળ નામે રાજા હતા. તેજ નગરીમાં કર, યમરાજના કિંકર જેવો, નિર્દય અને કૃતની જનોમાં શિરોમણિ એક નિષાદ રહેતો હતો. તે પાપી હમેશાં વનમાં જઈ વરાહ, શુકર અને હરણ વિગેરે અનેક જીવોને વિનાશ કરતો હતો. તે પુરીની સમીપના એક વનમાં રાજાની કૃપાથી ઘણા વાનરાઓ રહેતા હતા. તે વાનરાઓની મધ્યે નિરંતર માંસને ત્યાગ કરનારી અને દયા દાક્ષિણ્યાદિક ગુણોથી શોભતી હરિપ્રિયા નામની એક વાનરી હતી. એકદા તે નિષાદ હાથમાં ન લઈ મૃગયા કરવા માટે વનમાં ગયે. તેટલામાં તેણે પોતાની સન્મુખ આવતે એક ભયંકર વાઘ જે. તેને જોઈ તે ભયભીત થયે, તેથી તે પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust