________________ 188 શ્રી શાંતિનાથ ચરિત્ર. નમસ્કાર કરી પ્રાસુક અન્ન અને જળ વડે તેઓએ પ્રતિલાલ્યા. ત્યાર પછી કેટલેક કાળે તે દંપતીએ પણ ચારિત્ર લીધું. તેમાં જે પુરૂષ હતે, તેણે આચાર્લી વર્ધમાન નામનો તપ કર્યો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી તે બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી અવીને તે આ સિંહરથ નામને વિદ્યાધર થયો છે, અને તેની સ્ત્રી શંખિકા પણ બીજી તપસ્યા કરી પાંચમા દેવલોકમાંજ દેવ થઈ આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી વી એની જ વેગવતી નામની પ્રિયા થઈ છે.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી સિંહરથ પ્રતિબંધ પાપે, તેથી ત્યાંથી પોતાને સ્થાને જઈ પુત્રને રાજ્યપર સ્થાપન કરી પ્રિયા સહિત શ્રી ઘનરથ જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, અને દુષ્કર તપ તપી નિર્મળ કેવળજ્ઞાન ઉપાર્જન કરી કર્મમળને સર્વથા નાશ કરી સિંહરથ મુનિ મેક્ષે ગયા. | મેઘરથ રાજ પ્રિયા સહિત ઉદ્યાનમાંથી ઘેર આવ્યા. અન્યદા સર્વ આરંભનો ત્યાગ કરી અલંકાર વિગેરે તજી પોષ વ્રત ગ્રહણ કરી પોષધશાળામાં વેગાસને આરૂઢ થઈ સમગ્ર રાજાઓની પાસે ધર્મદેશના કરતા હતા. તે અવસરે શરીરે કંપતો અને ભયથી ચપળ લેચનવાળાએક પારાપત પક્ષી(પારે)ક્યાંથી ઉડતો ઉડતે આવીને હું તમારે શરણે આવ્યે .એમ મનુષ્યની વાણીવડે દીન વચન બલી રાજાના ઉત્સગમાં પડ્યો. તે વખતે મેઘરથ રાજાએ તે ભયબ્રાંત થયેલા પક્ષીને જોઈ દયાળુપણાને લીધે કહ્યું કે–“હે ભદ્ર ! તું મારે શરણે આવ્યું છે, તેથી તું કોઈને ભય રાખીશ નહીં.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે પક્ષી જેટલામાં નિર્ભય થયો તેટલામાં તેની પાછળ મહાકૂર થ્રેન પક્ષી આવ્યો. તેણે રાજાને કહ્યું કે–“હે રાજન ! સાંભળો. તમારા ઉત્સગમાં જે આ પારાપત પક્ષી આવેલો છે તે મારૂં ભેજન છે, તેથી તેને મૂકી દ્યો. હું સુધાથી પીડા પામું છું.” તે સાંભળી રાજા બોલ્યા કે–“હે ભદ્ર! શરણે આવેલ આ પક્ષી મારે તને આપી દેવો યોગ્ય નથી. કારણકે પંડિતે કહે છે કે शूरस्य शरणायातो-ऽहेर्मणिश्च सटा हरेः / गृह्यन्ते जीवतां नैते-ऽमीषां सत्या उरस्तथा // 1 // P.P.AC. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust