________________ પંચમ પ્રસ્તાવ. 187 વિમાન આકાશમાંથી નીચે ઉતરી મેઘરથ રાજા પાસે આવ્યું. વિમાનમાં મનહર આકૃતિવાળા સ્ત્રીપુરુષના યુગલને જોઈને રાણીએ રાજાને પૂછ્યું કે- “હે સ્વામી ! આ કોણ છે?” ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમાં અલકા નામની પૂરી છે. ત્યાંના વિદ્યુતરથ નામના વિદ્યાધર રાજાને સિંહરથ નામને આ પુત્ર છે, અને આ તેની ભાય વેગવતી નામે છે. આ ખેચરેંદ્ર તેની ભાર્યા સાથે ધાતકીખંડ દ્વીપમાં રહેલા જિનેશ્વરને વંદન કરવા ગયા હતા. ત્યાંથી પાછા વળી તે જેટલામાં અહીં આવ્યા તેટલામાં અકસ્માત હે પ્રિયે! તેના વિમાનની ખલના થઈ. તે વખતે તેણે મને જોઈ વિચાર કર્યો કે–આ રાજા સામાન્ય જણાતા નથી; કારણ કે તેના પ્રભાવથી જ મારા વિમાનની ખલના થઈ છે. " આમ વિચારી તેણે મારી પાસે ઘણાં ભૂતનાં રૂપ વિકુવનેનત્ય કર્યું.” તે સાંભળી રાણીએ ફરીથી પૂછયું કે–“હે સ્વામી! એણે પૂર્વ ભવમાં શું સુકૃત કર્યું છે કે જેથી તે આવી ઋદ્ધિને પામે છે?” ત્યારે રાજા બે કે–“હે પ્રિયા ! એના પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળ— પૂર્વે સિધપુર નામના નગરમાં રાજગુમનામે એક કુળપુત્ર રહેતા હતા. તેને શખિકા નામની ભાર્યા હતી. તેઓ નિર્ધનપણાને લીધે પીડા પામતા હતા, તેથી અન્યને ઘેર કામકાજ કરીને પ્રાણવૃત્તિ કરતા હતા. એકદા તે દંપતી કાષ્ટ વિગેરે લાવવા માટે વનમાં ગયા. ત્યાં તેમણે એક સાધુને જોઈ તેમને ભક્તિથી નમસ્કાર કર્યો. તે સાધુએ તેમની પાસે જિન ધર્મનો ઉપદેશ કર્યો. તેમાં કહ્યું કે “આ જૈનધર્મ વિધિપૂર્વક આરાધવાથી કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવો વાંછિત ફળને આપનાર થાય છે. પછી તે મુનિએ તેમને પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પાપકર્મનો ક્ષય કરવા માટે વીશ કલ્યાણક નામના તપનો ઉપદેશ કર્યો, અને તેને વિધિ આ પ્રમાણે કહ્યો કે—“ પ્રથમ એક અઠ્ઠમ કરીને પછી બત્રીશ ઉપવાસ છુટા છુટા કરવા.” મુનિએ કહેલા તે તપને તેમણે વિધિપૂર્વક આરાધ્યું. તપને અંતે પારણાને દિવસે તેમને ઘેર એક મુનિ, આવ્યા, તેમને જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust