________________ પંચમ પ્રસ્તાવ. 185 તે મુનિને પિતાના પૂર્વ ભવની સ્થિતિ પૂછી, ત્યારે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યું કે - ધાતકીખંડ નામના દ્વીપના એરવત ક્ષેત્રમાં વજપુર નામનું નગર છે. ત્યાં અભયશેષ નામે રાજા હતો. તેને સુવર્ણ તિલકા નામની રાણી હતી. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જય અને વિજય નામના બે પુત્ર હતા. આ અવસરે સુવર્ણનગરના સ્વામી શંખ નામના રાજાને પૃથ્વીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી પૃથ્વીસેના નામની મહિર કન્યા હતી, તેને તેણે અભયાષ રાજાની પાસે સ્વયંવરા તરીકે મેકલી. તેણીને અભયાષ રાજા હર્ષથીં પરણ્યા. એકદા વસંતઋતુમાં તે રાજા વિકસ્વર પુથી મને હર દેખાતા ઉદ્યાનમાં સો રાણીઓ સહિત ક્રીડા કરવા ગયે. ત્યાં તે રાજાની પૃથ્વીના રાણીએ ફરતાં ફરતાં દાંતમદન નામના એક મુનિને જોયા. તેની પાસે ધર્મ સાંભળી પ્રતિબધ પામી રાજાની આજ્ઞા લઈ તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. ત્યારપછી તે ઉદ્યાનની શોભા જોઈ રાજા નગરમાં ગયો. એકદા તે રાજાને ઘેર છદ્મસ્થપણે વિહાર કરતા અનંત નામના તીર્થંકર પધાર્યા. તે વખતે રાજાએ તેમને પ્રાસુક અન્નપાન વહરાવ્યાં. દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. ત્યારપછી તે તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે તેની સમીપે જઈ અભયઘોષ રાજાએ બે પુત્રો સહિત પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પછી અભયઘોષ રાજર્ષિએ વીશ સ્થાનકોના આરાધનવડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે બન્ને પુત્રો સહિત કાળધર્મ પામી તે અશ્રુત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને અભયાષ રાજાને જીવ હેમાંગદ રાજાના પુત્ર ઘનરથ નામે રાજા થયા છે, અને જય વિજયના જીવ અમ્યુત ક૯૫થી ચવીને તમે બેઉ થયા છે. " હે પિતા! આ પ્રમાણે તે મુનિએ ચંદ્રતિલક અને સૂરતિલકની પાસે તેને પૂર્વભવ કહ્યો, તે સાંભળી તે બને વિદ્યાધરો તમારા દર્શનમાં ઉત્સુક થઈને અહીં આવ્યા છે. ક્ષણવાર તે વિદ્યાધર કુમારેએ કૈતુકથી આ કુકડાઓનું યુદ્ધ જોયું અને પછી તેઓ પોતાની વિદ્યાના બળથી આ કુકડાઓમાં અધિષ્ઠિત થઈને વિદ્યાર્થી પોતાના આત્માને ગુપ્ત કરીને અહિં જ રહ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust