________________ 184 શ્રી શાંતિનાથ ચરિત્ર. “આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નામના નગરમાં ધનદત્ત અને સુદત્ત નામના બે વણિક પરસ્પર મિત્ર હતા. તેઓ બળદ ઉપર ભાર ભરીને સુધા અને તૃષાને સહન કરતા સાથેજ વેપાર કરતા હતા, પરંતુ તે બને મિથ્યાત્વે કરીને મૂઢ હતા, તેથી કૂટ તાલ અને કૂટ માન વડે અન્ય લોકોને ઠગતા હતા. એમ કરતાં છતાં અને ઘણું આરંભે કરતાં છતાં પણ તેઓ બહુ ડું ધન ઉપાર્જન કરતા હતા. એકદા તે બનેને અંદર અંદર વાંધો પડ્યો, તેથી પરસ્પર કલહ કરતા એક બીજાને પ્રહાર કરી આર્તધ્યાનવડે મરણ પામીને સુવર્ણકૂલા નદીને કાંઠે કાંચનકળશ અને તામ્રકળશ નામના બે વનહસ્તી થઈ જૂદા જૂદા યુથના નાયક થયા. ત્યાં પણ યુથ વધારવાના લાભથી પરસ્પર યુદ્ધ કરી મરણ પામીને અચાયપુરીમાં નંદિમિત્રને ઘેર તે બને પાડા થયા. તેમને બે રાજપુત્રાએ ગ્રહણ કરી પરસ્પર લડાવ્યા. ત્યાંથી મરણ પામીને તેજ પુરીમાં તે બે બાકડા થયા. ત્યાં પણ પરસ્પર યુદ્ધ કરતા શૃંગના અગ્રભાગવડે એક બીજાના મસ્તકને ભેદી મરણ પામી ક્રોધવડે રક્ત નેત્રવાળા આ બે કુકડા થયા છે, તેથી કરીને હે વત્સ! આ બેમાંથી એકે હારશે કે જીતશે નહીં.” આ પ્રમાણેની હકીકત સાંભળી મેઘરથ કુમારે પણ અવધિજ્ઞાનવડે તેમજ જણ પિતાને કહ્યું કે-“હે પિતા ! આ બને કુકડા કેવળ પરસ્પર ઈર્ષાળુ છે, એટલું નહીં, પરંતુ તેઓ વિદ્યાધરવડે અધિષ્ઠિત થયેલા પણ છે, તેનું કારણ હું આપને કહું છું— [ આ જ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં સુવર્ણ નાભ નામનું નગર છે. તેમાં ગરૂડવેગ નામનો વિદ્યાધર રાજા હતો. તેને ચંતિલક અને સૂરતિલક નામના બે પુત્રો હતા. એકદા તે પુત્ર આકાશગામિની વિદ્યાએ કરીને શાશ્વતી જિનપ્રતિમાઓને વંદન કરવા માટે મેરૂ પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા સાગરચંદ્ર નામના ચારણશ્રમણ મુનીશ્વરને જેમાં તે બને કુમારએ હર્ષથી તેમને વંદના કરી. પછી તેઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust