________________ ચતુર્થ પ્રસ્તાવ. उड्डमहतिरियलोए, जोइसवमाणिया य सिद्धा य / . सव्वो लोगालोगो, सि (स) ज्ज्ञायविउस्स पञ्चरको // 1 // ' “ઉર્ધ્વ લેક, અધે લોક, તિરે છે લેક, જ્યોતિષી, વિમાનિક, સિદ્ધો અને સર્વ કલેક એ સર્વે સ્વાધ્યાય ( શ્રુતજ્ઞાન) જાણના ૨ને પ્રત્યક્ષ છે.” આ બીજું શ્રુતજ્ઞાન કહેવાય છે. જેનાવડે પ્રાણીઓના કેટલાક ભવેનું જ્ઞાન થાય છે, તથા સર્વ દિશાઓમાં અમુક અવધિ (હદી સુધી જાણે-દેખે છે, તે ત્રીજું અવધિ જ્ઞાન કહેવાય છે. જેનાવડે સંજ્ઞી જીના મગત પરિણામો જણાય છે તે ચોથું મનપર્યવ જ્ઞાન કહેવાય છે. તથા જે જ્ઞાનની કોઈપણ ઠેકાણે ખલના ન થાય તે સિદ્ધિસુખને આપનારૂં કેવળજ્ઞાન કહેવાય છે.' આ પ્રમાણે પાંચ જ્ઞાનની વ્યાખ્યા સાંભળી જિનેશ્વરને નમસ્કાર કરી પિતાને ઘેર જઈ વાયુધ ચાકીએ સહસાયુધ નામના પુત્રને રાજ્ય પર સ્થાન કરી ચાર હજાર રાજાઓ અને સાત પુત્ર સહિત ક્ષેમકર તીર્થકરની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થઈ પૃથ્વી પર એકલા વિહાર કરતા તે વાયુધ મુનિ સિદ્ધિ પર્વત નામના શ્રેષ્ઠ ગિરિ ઉપર ગયા. ત્યાં રમણીય શિલાતલવાળા વેરચન સ્તંભ ઉપર એક વર્ષ સુધી મેરૂની જેમ નિશ્ચળ પ્રતિમાને રહ્યા. આ અવસરે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના બે પુત્ર મણિકુંભ અને મણિવજ કે જે સંસારમાં પરિભ્રમણ કરી તે વખતે દેવપણું પામેલા હતા તેઓ તે સ્થાને આવ્યા. પૂજ્ય વજાયુધ મહર્ષિને જોઈને તેમને મત્સર ઉત્પન્ન થયે, તેથી તેઓએ તેમને આ પ્રમાણેના મોટા ઉપસર્ગો કર્યા. પ્રથમ તીણ દાઢવડે ભયંકર અને મોટા પુંછડાવાળું માયામય સિંહ અને વાઘનું રૂપ કરી તેઓએ તે મહર્ષિનો પરાભવ કર્યો. ત્યારપછી હસ્તીનું રૂપ વિકુવીને તેઓએ તે મુનિને દંતપ્રહાર વિગેરેનો ઉપદ્રવ કર્યો, ત્યારપછી ફણાના આડંબરે કરીને ભયંકર સર્પ અને સર્પિણીનું રૂપ વિકુવી અનેક ડંશે કર્યા. પછી પિશાચ અને પિશાચીનું ભયંકર રૂપ કરી તે દુષ્ટ દેવોએ તે મુનીશ્વરને અનેક ઉપદ્રવ કર્યા, પરંતુ તે મુનિ તેનાથી લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust