________________ ચતુર્થ પ્રરતાવ. 173 કે–“હમણાં તમે સર્વે ભજન કરે, પછી હું તમને તેને ઉત્તર સમજાવીશ. આ કાર્યમાં ચિંતા શી છે?” તે સાંભળી ગામના સર્વે લાકે ભજન કરી ફરીથી એકઠા થયા, અને રેહકને બોલાવી પૂછયું, ત્યારે રેહકે સર્વ લેકની સમક્ષ રાજાના સેવકને કહ્યું કે—“હે રાજપુરૂષ ! તારે રાજાને કહેવું કે અમારા ગામની નજીકમાં અત્યંત ઉંચી, લાંબી અને પહોળી એક શિલા છે, તે એકજ શિલાવડે અમે રાજાને ગ્ય મંદિર કરાવશું, માત્ર તમારે અખુટ ધન તેને માટે મોકલવાનું છે તે મેક કે જેથી કાર્ય શરૂ થાય.” આ પ્રમાણેના તેના ઉત્તરથી સર્વ લેકે તેની બુદ્ધિથી ચમત્કાર પામ્યા. પછી રાજપુરૂષે જઈને રાજાને કહ્યું કે-“હે દેવ! એક બાળકે આવે. જવાબ આપે છે.”તે જવાબ સાંભળી રાજા પણ વિરમય પામ્યા. 2 ફરીથી રાજાએ એકદા પિતાના સેવક સાથે એક બેકડે મે કલી ગ્રામ્યલકોને કહેવરાવ્યું કે -" આ બોકડાને હમેશાં ચારે - પાણી આપીને તેનું પોષણ કરજો, પરંતુ તે પૂર્ણ કે દુર્બળ થવો ન જોઈએ; જે આ મોકલ્યો છે તેવોજ મંગાવું ત્યારે પાછે મક લજે.” આ પ્રમાણે સાંભળી લેકોએ રેહકને બોલાવીને પૂછ્યું કે–“આ રાજાનો આદેશ શી રીતે પાળ?” રેહકે કહ્યું કે“આ બેકડાને અહીં રાખે. હમેશાં તેને ખવરાવીને પછી તેને વરૂ દેખાડજો. એમ કરવાથી તે ન્યૂન કે અધિક કાંઈ થશે નહીં.” આ પ્રમાણે રાજાને તે આદેશ પણ પ્રમાણુરૂપ કર્યો. 3 ત્યાર પછી રાજાએ એક કુકડે મોકલ્ય, અને હુકમ કર્યો કે-“આ એકલા કુકડાનું યુદ્ધ કરાવો.” તે સાંભળી સર્વે વિચાર કરવા લાગ્યા કે—“એક કુકડે શી રીતે યુદ્ધ કરે?” ત્યારે રેહકે કહ્યું કે -" આવા સામાન્ય કાર્યમાં તમે શી ચિંતા કરે છે ?" તેઓ બેલ્યા -" ત્યારે તું જ કહે.” હકે કહ્યું—“આની સામે, એક મેટે અરિસે મૂકો, એટલે તે દર્પણમાં પિતાનું પ્રતિબિંબ જોઈને તે પોતે જ યુદ્ધ કરશે.” તે સાંભળી તેઓએ તે પ્રમાણે કરી - રાજને હુકમ પ્રમાણ કર્યો. .. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust