________________ ચતુર્થ પ્રસ્તાવ. 171 रूवोवहसियमयरधयं पि पुहवीसरं पि परिहरिउं / इयरनरेऽवि पसिज्जइ, ही ही महिलाण अहमत्तं // 1 // રૂપે કરીને કામદેવને પણ હસનારા પૃથ્વી પતિને પણ ત્યાગ કરીને સ્ત્રીઓ પરપુરૂષમાં આસક્ત થાય છે. અહો ! સ્ત્રીઓનું અધમપણું કેવું છે?” આ પ્રમાણે વિચાર કરી રંગશૂરે ત્યારપછી તેણની સાથે વાતચીત કરવી મૂકી દીધી. તે જાણું અત્યંત દુઃખી થયેલી રૂમિ એ વિચાર્યું કે–૮ મારો ભર્તાર મારા પર નારાજ કેમ થયે હશે ? મેં તેની આજ્ઞા ઓળંગી નથી. પરપુરૂષની સાથે કાંઈ હાસ્યાદિક પણ કર્યું નથી. અપરાધ વિના મારા ઉપર વૈરાગ્ય થવાનું શું કારણ હશે ?" આ પ્રમાણે વિચારતાં બે ત્રણ દિવસ વીતી ગયા. તેટલામાં તેને વિચાર આવ્યો કે–“ખરેખર ! આ બાળકે જ મારા પતિને કુપિત કર્યો હશે, તેથી હું તેની ભક્તિ કરૂં, કે જેથી મારા પતિ મારા પર પાછા પ્રસન્ન થાય.” આ પ્રમાણે વિચારી તેણીએ ભક્તિપૂર્વક રેહકને કહ્યું કે–“હે વત્સ ! તારા પિતાને મારે વિષે અનુકૂળ કર, હવે હું તારી દાસી છું, તું જેમ કહીશ તેમ હું કરીશ.” આ પ્રમાણે સાંભળી બુદ્ધિમાન રેહક પ્રસન્ન થયા. પછી ફરીથી એકદા ચંદ્રમાવાળી રાત્રીએ રેહકે પિતાને કહ્યું કે–“હે તાત ! ઉઠો, ઉઠો, આજે પણ તે પુરૂષ જાય છે.” તે સાંભળી પિતાએ કહ્યું કે " હે વત્સ ! ક્યાં છે ? મને દેખાડ.” ત્યારે રેહકે પિતાના શરીરની છાયા બતાવી. તે જે પિતા બોલ્યો કે - “આ તો છાયા છે, પુરૂષ નથી. " ત્યારે રેહકે કહ્યું–“ હે તાત! મેં પહેલાં પણ આ જ પુરૂષ જ હતો.” તે સાંભળી રંગરે વિચાર્યું કે - “હા હા ! મેં એક બાળકનાં વચનથી દોષની શંકા રાખીને પત્નીનું વૃથા અપમાન કર્યું. " એમ વિચારી તેનો ક્રોધ શાંત થયે, અને પ્રથમની જેમ ફરીથી તે રૂકમિણી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યો. - રેહક હંમેશાં પિતાની સાથેજ ભજન કરતા હતા, તેની માતા. તેની ઉપર ભક્તિવાળી થઈ હતી, પણ તે વિશ્વાસ રાખતે નહોતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust