________________ 176 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે આ પ્રમાણે–શરીરે ન્હાયો પણ દિલ લુહ્યું નહીં એટલે હાર્યા પણ ખરો ને મલીન પણ ખરે. બાકડે બે પગ વચ્ચે રાખીને ચાલ્યા એટલે વાહન પણ ખરું અને પગે ચાલતે પણ ખરે. અમાવાસ્યાને. દિવસે સાંજે પડ થતે હતો તે વખતે આવ્યું, એટલે શુકલ પક્ષમાં પણ નહીં ને કૃષ્ણ પક્ષમાં પણ નહીં. સાયંકાળે આવ્યા છે એટલે દિવસે નહીં ને રાત્રીએ પણ નહીં. બે ચીલાની વચમાં ચાલ્યા આવ્યો છું એટલે માર્ગ પણ નહીં ને ઉન્માર્ગ પણ નહીં. હાથમાં માટીને પિંડ લઈને આવ્યો છું એટલે ખાલી હાથે પણ નહીં ને ભેટયું લઈને પણ નહીં. માથે ચાળણું રાખીને આવ્યો છું એટલે છાયા પણ નહીં ને તડકે પણ નહીં.” આ પ્રમાણેની હકીકત સાંભળી પિતાને સમગ્ર હુકમ પ્રમાણુ કર્યો જાણી રાજાએ સન્માનપૂર્વક તેને પ્રીતિદાન આપી સભામાં તેની પ્રશંસા કરી કે “અહો ! આ મહાત્માની બુદ્ધિનો વૈભવ જોઇ ચિત્તમાં વિચાર કરીએ છીએ તે આ સુભાષિત સત્ય લાગે છે કે - वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् / नारीपुरुषतोयानां, दृश्यते महदन्तरम् // 1 // ઘોડે ઘડામાં, હાથી હાથીમાં, લેઢા લેઢામાં, કાષ્ઠ કાષ્ઠમાં, પથ્થર પથ્થરમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને જળ જળમા મેટું અંતર દેખાય છે. " ત્યારપછી રાજા તે રાત્રીએ રેહકને યામિકની જગ્યાએ સ્થાપન કરી પોતે સુઈ ગયે. રાત્રિને પ્રથમ પ્રહર પૂર્ણ થયે ત્યારે રાજા જા, અને રોહકને નિદ્રા પામેલે જેમાં તેણે પૂછયું કે—“ હે રેહક ! તું ઊંઘે છે કે જાગે છે?” તે સાંભળી જાગૃત થયેલા રહકે જવાબ આપે કે “હે દેવ ! હું જાણું છું, પરંતુ કાંઈક વિચાર કરતા હતા.” રાજાએ પૂછયું—“શું વિચાર કરતે હતે. ?" તે બે-“બકરીની લીંડીઓ એવા પ્રકારની ગાળ આકારવાળી કોણ કરે છે?” તે સાંભળી રાજાએ કહ્યું—“ત્યારે તેં એ વિચારશે નિર્ણય કર્યો?” તે બે -“બકરીના પેટમાં એવા પ્રકારના વાયુનું(સંવત વાયુનું) પ્રબળપણું છે તેથી તેની લેડીઓ તેવી થાય છે.” પછી બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust