________________ ચતુર્થ પ્રસ્તાવ - 167 બોલી અને પછી તેણીએ પૂછયું કે -" આ લેક તમારો લખેલે છે કે નહીં?” તે સાંભળી તેણે હા કહી, ત્યારે તે બેલી કે–“હું તેજ તમારી પ્રિયા છું કે જેને તમે ઘરના દ્વાર પાસે મૂકીને ચાલ્યા ગયા હતા. મારું નામ ગુણસુંદરી છે. તે કાંત ! આ સમગ્ર પ્રયાસ તમારે માટેજ મેં કર્યો છે. તો હવે મારા પર કૃપા કરીને મને જલદી સ્ત્રીવેષ મંગાવી આપો.” તે સાંભળી પુણ્યસાર આશ્ચર્ય પામ્યું. પછી તેણે પિતાને ઘેરથી મનોહં સ્ત્રીવેષ મંગાવી તેને આપે. ત્યારે તે સ્ત્રીષ પહેરી સ્ત્રીરૂપે પ્રગટ થઈ. પુણ્યસારે રાજા વિગેરે પૂજ્યવર્ગને કહ્યું કે -" તમારી વધુ તમને પ્રણામ કરે છે. આ પ્રમાણે તે બે તે વખતે ગુણસુંદરીએ રાજા તથા શ્વસુરને નમસ્કાર કર્યા. તે જોઈ રાજાએ પૂછ્યું કે–“હે પુયસાર! આ શું ?" ત્યારે તેણે રાજાની પાસે સર્વ પરજન સમક્ષ પોતાની આશ્ચર્યકારક કથા આદિથી અંત પર્યત કહી સંભળાવી. તે સાંભળી સર્વ લેકે ચમત્કાર પામ્યા અને પુણ્યસારના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારપછી રત્નસાર શ્રેષ્ટીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી ! મારી પુત્રી જેને પરશું હતી તે તો સ્ત્રી કરી, એટલે હવે મારી પુત્રીની શી ગતિ ?" તે સાંભળી રાજા બોલ્યા–“હે શ્રેષ્ઠી ! એમાં પૂછવાનું શું છે? તે પણ પુણ્યસારનીજ ભાર્યા થાઓ.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તે રત્નસુંદરી પુણ્યસારનીજ પ્રિયા થઈ. પછી વલ્લભીપુરથી બાકીની છ સ્ત્રીઓ પુણ્યના ચોગથી પુણ્યસારને ત્યાં આવી. આ પ્રમાણે તેને આઠ સ્ત્રીઓ થઈ. લોકો તેના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યા. ; એકદા તે નગરના ઉદ્યાનમાં ધર્મદેશના વડે ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરતા શ્રી જ્ઞાનસાગર નામના ગુરૂ પધાર્યો. તેને વંદના કરવા માટે ભક્તિપૂર્વક પુરંદર શ્રેષ્ઠી પુણ્યસાર સહિત ઉદ્યાનમાં આવ્યા. બીજા પણ રિજને વાંદવા આવ્યા. પછી દેશનાને અંતે અવસર પામીને પુરંદર શ્રેષ્ઠીએ ગુરૂને નમસ્કાર કરી પૂછયું કે“હે પ્રભુ! મારા પુત્ર પુણ્યસારે પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust