________________ ચતુર્થ પ્રસ્તાવ. 165 તેણે શ્રેષ્ઠીને કહ્યું કે આ બાબતમાં કુલીને માણસને માબાપની આજ્ઞાજ પ્રમાણરૂપ હોય છે, અને મારા માતપિતા અહીંથી ઘણે દૂર છે, તેથી તમારે તમારી પુત્રીને બીજા કેઈ નજીક રહેતા વરને આપવી એગ્ય છે, મને પરદેશીને આપવી એગ્ય નથી. તે સાંભળી ફરીથી શ્રેષ્ઠી બોલ્યા કે –“હે કુમાર ! શા માટે આ પ્રત્યુત્તર આપે છે ? મારી પુત્રીને તમારા ઉપરજ પ્રીતિ છે, તે મારે બીજા પુરૂષને તેને શી રીતે આપવી? કહ્યું છે કે शत्रुभिर्वन्धुरूपै सा, प्रक्षिप्ता दुःखसागरे / या दत्ता हृदयानिष्ट-रमणाय कुलाङ्गना // 1 // “ઉંચ કુળની કન્યાને જે તેના હૃદયને અનિષ્ટ એવા વરને આપવામાં આવે તો તેના શત્રુ રૂપ થયેલા બંધુઓએ તેને ખરેખર દુખસાગરમાંજ નાંખી છે એમ જાણવું.” આ રીતે તે શ્રેષ્ઠીના અત્યંત આગ્રહથી તેણીએ વિવાહ કબુલ * કર્યો. પછી શુભ મુહૂર્તે શ્રેષ્ઠીએ તેમનાં લગ્ન કર્યા. આ વૃત્તાંત જાણી પુણ્યસાર કુળદેવી પાસે જઈ શસ્ત્રવડે પોતાનું મસ્તક કાપવા લાગ્યો. તે વખતે દેવીએ પ્રગટ થઈ તેને કહ્યું કે –“હે વત્સ! આટલું બધું સાહસ કેમ કરે છે?” તે બોલ્યા–“ધારેલી કન્યાને બીજે પુરૂષ પર, ત્યારે હવે મારે જીવવાથી શું ફળ છે ?" તે સાંભળી કુળદેવીએ કહ્યું કે-“હે વત્સ ! જે કન્યા મેં તને આપી છે, તે તારીજ થશે. ફેગટ મૃત્યુનું સાહસ ન કર.” પુણ્યસાર બેલ્યો–પરસ્ત્રીને સંગ કરે મારે ચોગ્ય નથી, અને આ તે પરણું ગઈ. હવે મારે શું કરવું ?" દેવીએ ફરીથી કહ્યું કે–“હે વત્સ! હમણાં બહુ કહેવાથી શું ? પરંતુ તે કન્યા ન્યાયથી તારી પ્રિયા થશે.” એમ કહી તે દેવી પિતાને સ્થાને ગઈ. પુણ્યસારને તે વચન સાંભળી અત્યંત આશ્ચર્ય થયું, પણ તેણે ચિત્તમાં દેવતાનું વચન નિઃશંક રીતે સત્યજ માન્યું. અહીં રહેતાં છતાં ગુણસુંદરી પતિને વિયેગ રહેવાથી ઘણું દુ:ખી થઈ, કેઈ પણ ઠેકાણે પિતાના પતિને તેને પત્તો લાગ્યો નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust