________________ 164 શ્રી શાંતિનાથ ચરિત્ર. ભારવટ ઉપર કાંઈક લખ્યું છે, પરંતુ તે મેં વાંચ્યું નથી.” આમ વાત કરતાં પ્રાત:કાળ થયે, એટલે તેણે લખેલા અક્ષરે વાંચી ગુણસુંદરીએ કહ્યું કે-“હે પિતા! તે અમારા પતિ ગોપાળકપૂરના રહેનાર છે ને ત્યાંથી જ દેવગે રાત્રિને સમયે તે અહીં આવી પરણી ને પાછા ગયા છે, માટે તમે તમારે હાથે મને પુરૂષનો વેષ આપો કે જેથી મેટ સાથે સાથે લઈ પુરૂષને વેષ ધારણ કરીને હું ગોપાળપૂર જાઉં અને ત્યાં મારા પતિની શોધ કરી તેને ઓળખી છ માસમાં તેને પ્રગટ કરું. એમ નહીં કરી શકે તો હું અગ્નિને આશ્રય કરીશ.”પુત્રીનાં આવાં વચન સાંભળી તેને તેના પિતાએ પુરૂષવેષ આપે. તે પહેરી મોટા સાથે સહિત ગુણસુંદરી કેટલેક દિવસે ગોપાળપૂર પહોંચી. ગુણસુંદરીએ તે પૂરમાં જઈને ગુણસુંદર નામ રાખ્યું. લોકે પરસ્પર કહેવા લાગ્યા કે –“ગુણસુંદર નામનો કોઈ સાર્થવાહને પુત્ર અહીં આવ્યો છે. " ત્યારપછી તે શ્રેષ્ઠી પુત્રી પુરૂષષેજ અપૂર્વ ભેટાણું લઈને રાજસભામાં ગઈ. રાજાએ પણ તેનું બહુમાન કર્યું. ત્યાર પછી તે ત્યાં જ રહીને કર્યાવિક્રય વિગેરે કરવા લાગી. અનુક્રમે તેણે પુણ્યસારની સાથે મૈત્રી કરી; તેથી સમગ્ર નગ૨માં તેની પ્રસિદ્ધિ થઈ, અને લોકોમાં વાત ફેલાઈ કે–“વલ્લભીપુરથી જે ગુણસુંદર નામને કુમાર અહીં આવ્યો છે, તે વિદ્યાવાન, રૂપવાન અને ગુણવાન છે. તેના જેવું રૂપ અને વિચક્ષણપણું બીજા કોઈનું દેખાતું નથી. " આ પ્રમાણે તેની પ્રશંસા સાંભળીને રત્નસાર શ્રેણીની પુત્રી રત્નસુંદરીએ પોતાના પિતાને કહ્યું કે " હે પિતા ! મારે આ ગુણસુંદર કુમારની સાથે પરણવું છે.” આ પ્રમાણે પુત્રીને અભિપ્રાય જાણું તેના પિતાએ ગુણસુંદરી પાસે જઈ તેને કહ્યું કે“હે કુમાર ! મારી પુત્રી રત્નસુંદરી તમને ભર્તાર કરવા ઈચ્છે છે.” તે સાંભળી તેણે મનમાં વિચાર કર્યો કે–“ આ તેની ઈચ્છા વ્યર્થ છે. કારણ કે બન્ને સ્ત્રીઓને પરસ્પર ગૃહવાસ શી રીતે થાય ? તેથી તેને કાંઈ પણ ઉત્તર આપીને વારૂં, અન્યથા તેની પણ મારા જેવજ ગ ત થશે.” એમ વિચારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust