________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. અને મનનું દુઃખ કોઈ પાસે કહી શકાય તેવું હતું નહિ. આ રીતે તેણે છ માસ નિર્ગમન કર્યા એટલે અવધિ પૂર્ણ થવાથી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તે તૈયાર થઈ. તેને લોકેએ ઘણી રીતે નિષેધ કર્યો, તે પણ તેને નહીં ગણકારતાં નગરની બહાર ઉત્તમ કાષ્ઠવડે ચિતા રચાવી તેમાં પ્રવેશ કરવા તે ચાલી. તે વખતે સમગ્ર નગરમાં એવી વાત પ્રસરી કે–“આ બાળક સાર્થવાહ કેઈ પણ પ્રકારના વૈરાગ્યને લીધે અગ્નિપ્રવેશ કરવા ઈચ્છે છે.” આ વાત કર્ણ પરંપરાએ રાજાના સાંભળવામાં આવી એટલે રાજ પુરંદર શ્રેષ્ઠી, રત્નસાર, પુણ્યસાર અને પુરજને સહિત પુર બહાર આવ્યો, અને તેણે તેને કહ્યું કે -" સાથે વાહપુત્ર ! કોઈએ તારી આજ્ઞાનો ભંગ કર્યો છે? કે કેઈએ તારું કાંઈ બગાડ્યું છે? તારે જે દુ:ખ હોય તે કહે. તું શા માટે કાષ્ઠભક્ષણ કરે છે?ત્યારપછી રત્નસાર શ્રેષ્ઠીએ કહ્યું કે –“હે વત્સ ! જે મારે કાંઈ પણ અપરાધ હોય, અથવા મારી પુત્રીને કાંઈ અપરાધ હેાય તે પણ કહે.” તે સાંભળી તેણે કહ્યું કે–“કઈને કાંઈ પણ અપરાધ નથી, કોઈએ મારી આજ્ઞાનો ભંગ કર્યો નથી, મારું કાંઈ પણ કેઈએ ગ્રહણ કર્યું નથી, પરંતુ ઈષ્ટને વિયોગ કરનાર દુષ્ટ દેવે મને દંડ કર્યો છે. તેથી કરીને દુ:ખથી દગ્ધ થયેલા મારે અગ્નિનું શરણ કરવું પડે છે.” આ પ્રમાણે છેલતી અને નિ:શ્વાસ મૂકતી તે જેટલામાં ચિતા સમીપે ગઈ, તેટલામાં રાજાએ કહ્યું કે–“જે કઈ આને પરમપ્રિય મિત્ર હોય તેણે આને સમજાવીને આ મૃત્યુના સાહસથી અટકાવવો એગ્ય છે.” ત્યારે પિારજનો બોલ્યા કે–“આને પુણ્યસારની સાથે મૈત્રી છે. તે સાંભળી રાજાએ પુણ્યસારને આજ્ઞા કરી. ત્યારે રાજાની આજ્ઞાથી તે પુણ્યસારે તેની પાસે જઈ તેને કહ્યું કે-“હે મિત્ર ! તું યુવાન અને ધનાઢ્ય છે, છતાં દુ:ખનું કારણે મને કહ્યા વિના તારે મરવું ચોગ્ય નથી.” તે સાંભળી તે બોલી કે -" જેની પાસે દુ:ખ કહી શકાય તેવો કઈ દેખાતે નથી.” પુણ્યસાર બેલ્યો કે–“હે મિત્ર ! તારી ચેષ્ટા એવી જણાય છે કે જેથી સર્વ મનુષ્ય તારી હાંસી કરશે.” તે સાંભળી તે પુણ્યસારને પોતાના પતિ તરીકે ઓળખી સ્મિત કરી તેને લખેલે લોક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust