________________ * 133 ચતુર્થ પ્રસ્તાવ. કહે.” તે બેલ્યો-“હે ભદ્ર ! મારા દુઃખનું કારણ સાંભળો-આજે પર્વતમાં ગિરિકંડિકા નામની પલ્લી છે. તેમાં સિંહચંડ નામને શુરવીર પહલીપતિ છે. તેને સિંહવતી નામની પ્રિયા છે. પરંતુ તે ભૂતની પીડાથી હમણું પ્રાણાંત કષ્ટમાં પડેલી છે. તે બચે એમ જસુતું નથી અને જે તે મરણ પામશે તો અમારે સ્વામી પલીપતિ - પણ તેણનાં વિગદુ:ખથી મરણ પામશે. તેને માટે લાખ ઉપાય કર્યો પણ તેણીના શરીરે સમાધિ થતી નથી. સાર્થપતિ! આ કારણથી હેરાઉં છું.” તે સાંભળી સાથે પતિએ કહ્યું કે –“હે વ્યાધ ! તે સ્ત્રીને હું એકવાર મારી દ્રષ્ટિએ જોઉં તો મારી પાસે એક મંત્ર છે, તેનાથી તેને કદિ ગુણ થવાનો હોય તે થાય.” તે સાંભળી તે ભિલે તરતજ પિતાના સ્વામી પાસે જઈ તે વાત કહી એટલે પલ્લી પતિ પણ તત્કાળ તે સ્ત્રીને લઈ સાર્થવાહની પાસે આવ્યો. ત્યારે સાર્થનાથે તે સ્ત્રીને જોઈને મંત્રનો જાપ કરી તેણીને દોષ દૂર કર્યો. આ રીતે તેણીને જીવિતદાન આપવાથી પલ્લીપતિ અત્યંત હર્ષ પામી, સાર્થવાહની રજા લઈ પોતાને સ્થાને ગયા. ત્યારપછી ધનદત્ત પણ ત્યાંથી સાર્થ સહિત પ્રયાણ કરી ધીમે ધીમે સમુદ્રની પાસે રહેલા ગંભીર નામના શ્રેષ્ઠ વેળાકુળે પહોંચે. ત્યાં કેટલાક દિવસ રહ્યો, પરંતુ મનવાંછિત લાભ થયે નહીં, તેથી તે શ્રેષ્ઠીએ એક વહાણ ખરીદ કર્યું, અને તેને તૈયાર કરી, સમુદ્રને પૂછ, દેશાંતરને લાયક સર્વ કરિયાણ તેમાં ભરી સમુદ્રની ભરતી આવવાને વખતે તે વહાણ ઉપર ચડ્યો. ત્યારપછી અનુકુળ વાયુના વેગે તે વહાણું મેટા વેગથી. ચાલતું મધ્ય સમુદ્રે પહોંચ્યું. તેટલામાં તે શ્રેષ્ઠીપુત્રે આકાશમાર્ગે આવતો એક શ્રેષ્ઠ પિપટ . તેના મુખમાં આમ્રફળ ગ્રહણ કરેલું હતું, તેના પરિશ્રમને લીધે તે પોપટ સમુ-- દ્રમાં પડી જવાની તૈયારીમાં હતો. તે જોઈ શ્રેષ્ઠીએ ખલાસીઓ પાસે એક મોટા વસ્ત્રને પહોળું કરાવી તેમાં પોપટને લેવરાવી પોતાની પાસે અણુવ્યું. પછી જળ અને વાયુથી તેને સ્વસ્થ કરી શ્રેષ્ઠીએ તેને બોલાવ્યું. ત્યારે પિોપટ મુખમાંથી ફળને નીચે મૂકી મનુષ્યની વાણુંએ બોલવા લાગ્યો કે “હે સાર્થનાથ !. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust