________________ . ચતુર્થ પ્રસ્તાવ 159 ઘરમાંથી કાઢી મૂકવે તેજ ગ્ય છે, કેમકે તે પુત્રરૂપે શત્રુ છે.” એમ વિચારી દુકાને જઈ ત્યાં આવેલા પુત્રને તેણે રાજાના આભરણની હકીકત પૂછી, ત્યારે તે પુત્ર પિતાની પાસે સત્ય વાત કહી. તે સાંભળી કપ પામેલા શ્રેષ્ઠીએ કહ્યું કે –“રે દુષ્ટ ! તારે તે ભૂષણ લાવીને મારે ઘેર આવવું, તે વિના આવવું નહિ.” એમ કહી વચનવડે તેને તિરસ્કાર કરી ગળે પકડી અતિ કપના વશથી તેને કાઢી મૂક્યો. . તે વખતે સાયંકાળનો સમય હોવાથી પુણ્યસાર ગામ બહાર જઈ, બીજે ઠેકાણે જઈ શકાય તેમ નહીં હોવાથી એક વટવૃક્ષના કેટરમાં પેઠે. શ્રેષ્ઠી ઘેર ગયો ત્યારે તેની સ્ત્રીએ પૂછયું કે—“આજે પુણ્યસાર હજુ કેમ ઘેર આવ્યું નથી?” તે સાંભળી પુરંદર શ્રેણીએ કહ્યું કે–“એ કુપુત્ર રાજાનું ઘરેણું છુતકાર પાસે હારી ગયો, તેથી તેને શિક્ષા આપવાના હેતુથી કેપ કરીને મેં કાઢી મૂક્યો છે એટલે તે ઘરે આવ્યો નહીં હોય.” તે સાંભળી શેઠાણ બોલી કે -" જે. અત્યારે રાત્રીને વખત તમે પુત્રને કાઢી મૂક્યો તો તમે મને તમારું મુખ કેમ દેખાડે છે ? હે સ્વામિન! તે બાળકને એકલે આવા સંધ્યાકાળે કાઢી મૂકતા તમને લજા કેમ ન આવી? માટે જાઓ, પુત્રને લઈને જ તમારે મારા ઘરમાં આવવું.” આ પ્રમાણે તેણીએ નિર્ભર્સના કરેલો શ્રેષ્ઠી પુત્રને સંભારી દુ:ખી થઈ સર્વ નગરમાં તેની શોધ કરવા લાગ્યા. અહીં શેઠ ગયા પછી ઘરમાં કોઈ માણસ નહીં હોવાથી શેઠાણીએ વિચાર્યું કે–“અરે ! મેં કાપ કરીને ઘરમાંથી પતિને પણ કાઢી મૂક્યા, પ્રથમ શ્રેષ્ઠીએ મૂર્ખાઈ કરી અને પછી મેં કરી.” આ પ્રમાણે ચિંતાતુર થઈ રૂદન કરતી શેઠાણી પતિ અને પુત્રના માર્ગને જોતી પિતના મંદિરના દ્વારમાં બેસી રહી. અહીં રાત્રીસમયે પુણ્યસાર વટવૃક્ષના કેટરમાં રહેલે હવે, ત્યાં રહ્યા રહ્યા તેણે શરીરની કાંતિવડે દેદિપ્યમાન બે દેવીઓને જોઈ, અને તેમની આ પ્રમાણેની પરસ્પર બોલાતી વાણી સાંભળી. એક બોલી કે “હે બહેન ! આપણે સ્વેચ્છાથી પૃથ્વીમંડળ ઉપર કેમ ન ભમીએ? અત્યારે રાત્રી છે તે આપણું પક્ષને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust