________________ 160 શ્રી શાંતિનાથ ચરિત્ર. હિતકારક છે.” ત્યારે બીજી બોલી કે –“હે સખી! ફેગટ જ્યાં ત્યાં ભમીને શા માટે આત્માને આયાસ પમાડ જોઈએ ? માટે જ કઈ ઠેકાણે કેતુક જેવાનું હોય તે ત્યાં જ જઈએ.” ત્યારે ફરીથી પહેલી બેલી કે—બજે કૌતુક જેવાની ઈચ્છા હોય તે વલ્લભી નામના પૂરમાં જઈએ. ત્યા ધન નામે શ્રેષ્ઠી વસે છે. તેને ધનવતા નામની પ્રિયા છે, અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સાત પુત્રીઓ છે. તેના નામ આ પ્રમાણે છે–પહેલી ધર્મસુંદરી, બીજી ધનસુંદી, ત્રીજી કામસુંદરી, ચોથી મુકિતસુંદરી, પાંચમી ભાગ્યસુંદરી, છઠ્ઠી સભાગ્યસુંદરી અને સાતમી ગુણસુંદરી. આ કન્યાઓના વરની પ્રાપ્તિને માટે ધનશ્રેષ્ઠીએ લાડુઆ વિગેરે ધરવાવડે લોદર દેવની આરાધના કરી, ત્યારે તે દેવે સંતુષ્ટ થઈ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે–“હે શ્રેષ્ઠ શ્રેષ્ઠી ! આજથી સાતમે દિવસે રાત્રીએ શુભ લગ્નની વેળા છે, તે ઉપર તારે વિવાહની સમગ્ર સામગ્રી તૈયાર રાખવી. તે વખતે સુંદર વેષવાળી બે સ્ત્રીઓની પાછળ જે કઈ પુરૂષ આવશે તે તારી પુત્રીઓને વર થશે.” એમ કહી તે લંબેદર દેવ અદશ્ય થયે. આજે તેજ સાતમા દિવસની આ રાત્રી છે. તેથી કૌતુક જોવા માટે આપણે ત્યાં જ જઈએ, અને આ આપણુ નિવાસરૂપ વૃક્ષ પણ સાથે લઈ જઈએ.” દેવીઓની વાત સાંભળી વૃક્ષના કટરમાં રહેલા પુણ્યસારે વિચાર્યું કે-“અહો! આ પ્રસંગને લઈને મારે પણ કેતુક જોવાનું થશે.” એમ વિચારી તે મનમાં ખુશી થાય છે, તેટલામાં તે દેવીઓએ હુંકાર કરી તે વટવૃક્ષ ઉપાડ્યો અને એક ક્ષણવારમાં તે તે વલ્લભીપુરના ઉદ્યાનમાં ઉતર્યો. ત્યારપછી તે દેવીઓ સ્ત્રીનું રૂપ કરી ગામમાં ચાલી. તેમની પાછળ વટના કેટરમાંથી નીકળીને પુણ્યસાર પણ ચાલ્યા. અહીં લંબોદરના મંદિરના દ્વાર પાસે વિવાહમંડપ તૈયાર કરી તેમાં વેદિકા બાંધી સ્વજનને એકઠા કરી સાતે કન્યાઓ સહિત શ્રેષ્ઠી બેઠે છે. તેવામાં તે દેવીએ શ્રેષ્ઠના ઘરમાં રાઈને સ્વાદ લેવા ગઈ. તેમની પાછળ જતા પુયસારને શ્રેષ્ઠીએ જે, એટલે તરતજ તેને હાથ પકડી તેને શ્રેષ્ઠ આસન પર બેસાડી શ્રેષ્ઠીએ કહ્યું કે–“હે ભદ્ર! લંબા P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust