________________ 158 શ્રી શાંતિનાથ ચરિત્ર. વસ્તુઓવડે તેની પૂજા કરીને પ્રાર્થના કરી કે–“હે કુળદેવી! તમે તુષ્ટમાન થઈને જે પુરંદર શ્રેષ્ઠીને મને પુત્ર તરીકે આ , તે હવે તમે મારા સ્ત્રીસંબંધી મનોરથને પણ પૂર્ણ કરે. હે કુળદેવતા! જે મારે ઇચ્છિત પૂર્ણ ન કરે તો પછી મને જન્મ શામાટે આવ્યા ? હું માતા ! જ્યારે તમે મારૂં વાંછિત પૂર્ણ કરશે ત્યારેજ હું અહી થઇ ઉભો થઈશ અને ત્યારેજ ભજન કરીશ.” આ પ્રમાણેની પ્રતિજ્ઞા લઈને તે કુળદેવીની સન્મુખ બેઠે. એકજ ઉપવાસવડે દેવી તેના પર તુષ્ટમાન થઈને બોલી કે–“હે વત્સ ! ધીમે ધીમે સર્વ સારૂં થશે, તું ચિંતા કરીશ નહીં.” તે સાંભળી પુણ્યસાર મનમાં હર્ષ પામી પારણું કરી પિતાની આજ્ઞાથી બાકી રહેલે અભ્યાસ કરવા લાગ્યા. અનુક્રમે કળાભ્યાસ પૂર્ણ કરી તે યુવાવસ્થાને પામ્યું ત્યારે દેવગે ઘુતકીડાને વ્યસની થયે. વલભપણુએ કરીને તેના માતાપિતાએ તેને ઘણે વાર્યો તેપણ તે યુતના વ્યસનથી પાછા ફર્યો નહીં. એકદી તે પુણ્યસાર લક્ષ રૂપિયા હાર્યો, તેથી લક્ષ રૂપિયાના મૂલ્યવાળી એક રાજાને અલંકાર શ્રેષ્ઠીના ઘરમાં હતો તે લઈ તેણે ધુતકારોને આપે. કેટલેક કાળે રાજાએ શ્રેષ્ઠી પાસે તે પોતાનો અંલકાર પાછા મા, ત્યારે શ્રેષ્ઠીએ તેને આપવા માટે જ્યાં મૂક્યો હતો તે સ્થાન જોયું, તે ત્યાં રાજાને અલંકાર જ નહીં, તેથી તેણે વિચાર્યું કે“જરૂર પુણ્યસાર લઈ ગયો હશે, ગુપ્ત સ્થાનમાં રહેલી વસ્તુ લેવા બીજે કઈ સમર્થ નથી. " આ પ્રમાણે તે અલંકાર ગયે જ હો જોઈએ એમ જાણું તેણે વિચાર્યું કે - यदर्थ खिद्यते लोकै-यत्नश्च क्रियते महान् / तेऽपि संतापदा एवं, दुष्पुत्रा हा भवन्त्यहो // 1 // જે પુત્ર ન હોવાને માટે લોકે ખેદ કરે છે અને તેની પ્રાપ્તિ માટે મેટે પ્રયત્ન કરે છે, તે જ પુત્રો અહો ! કુપુત્ર થઈને આવી રીતે સંતાપ કરનારા થાય છે.” વળી ફરી શ્રેષ્ઠીએ વિચાર્યું કે –“તે દુરાત્મા રાજાનું આભરણ ઘુતકારની પાસે હારી ગયો હશે, માટે તેના પુત્રને મારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust