________________ ૧પ૬ શ્રી શાંતિનાથ ચરિત્ર. કે તું તારા મનમાં પંડિતમાનીને કળાવાળી થઈ છે, તે પણ તારે મારી સાથે વિવાદ કરો મેગ્ય નથી; કારણકે તું કઈપણ પુરૂષના ઘરમાં દાસી થવાની છે. ત્યારે તે બોલી કે–“અરે ! દાસી થઈશ, તો કેઈ મહા ભાગ્યવાન પુરૂષની થઈશ, પણ મૂઢ! તારી તો નહીં જ થાઉં." તે સાંભળી પુણ્યસાર બેલ્યો કે “અરે ફેગટ અભિમાની ! જે. બળાત્કારથી પણ તને પરણીને મારી દાસી કરૂં, તેજ હું ખરે પુરૂષ.” તે સાંભળી ફરીથી તે બેલી–“રે મૂખ ! બળીત્યારે બીજા કેઈને પણ સનેહ થઈ શકતો નથી, તે પછી દંપતીને નેહ તે શી રીતે જ થાય?” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરી પુણ્યસાર લેખશાળામાંથી પોતાને ઘેર જઈ શકાતુર મુખવાળો થઈ કોધને સૂચવનારી શયામાં સુતે. તેવામાં પુરંદર શ્રેષ્ઠી જનની વેળા થવાથી ભોજન કરવા માટે ઘેર આવ્યા. પુત્રની તે ચેષ્ટા જાણી તેની પાસે આવી તેણે પૂછયું કે –“હે વત્સ! આજે તું શા કારસુથી શ્યામ મુખવાળો છે? અને વખત વિના શા માટે સુતો છે ? તે કહે.” આ પ્રમાણે અતિ આગ્રહથી પૂછ્યું ત્યારે તે બોલ્યો કે હે પિતા ! જે તમે મને રત્નસાગર શ્રેષ્ઠીની પુત્રી રત્નસુંદરી સાથે પરણાવશે તોજ હું સ્વસ્થ થઈશ, અન્યથા મને શાંતિ થશે નહીં.” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે–“હે વત્સ ! હજુ તે તું બાળક છે, હમણું તો તું કળાભ્યાસ કર. પછી વિવાહનો સમય થાય ત્યારે તેનું પાણિગ્રહણ કરજે.” ફરી પુત્ર છે કે –“હે પિતા! જે તમે મારે માટે તેના પિતા પાસે હમણાં જ માગું કરે તોજ હું ભજન કરીશ, નહીં તે મારે ખાવું નથી.” તે સાંભળી શ્રેણીએ તેનું વચન અંગીકાર કરી તેને સમજાવી ભોજન કરાવી પોતે પણ ભેજન કરી સ્વજનોને સાથે લઈને રત્નસાર શ્રેષ્ઠીને ઘેર ગયે. તેમને આવતા જોઈ રત્નસાર શ્રેષ્ઠી ઉભે થયે, આસન આપ્યું અને સ્વાગતપ્રમૈનપૂર્વક નમ્રતાથી બે કે -" આજે તમે જે કારણે મારે ઘેર પધાર્યા હો તે કારણ કહે.ત્યારે પુરંદર શ્રેષ્ઠીએ કહ્યું—“હે શ્રેષ્ઠી ! મારા પુત્રને માટે તમારી પુત્રી રત્નસુંદરીની યાચના કરવા અમે આવ્યા છીએ.” તે સાંભળી રત્નસાર બોલ્યો “આ કાર્ય તો મારું જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust