________________ . ચતુર્થ પ્રસ્તાવ. 155 ઘણી પ્રાર્થના કરતા હતા, તે પણ પુણ્યશ્રી ઉપર ગાઢ સનેહ હોવાથી તે બીજી સ્ત્રી પર નહીં. એકદા તે શ્રેષ્ઠીએ ભાર્યા સહિત પુત્રની ઈચ્છાથી કુળદેવીની પૂજા કરી કહ્યું કે –“હે કુળદેવી ! અમારા પૂર્વજોએ અને મેં પણ આ લોકના સુખને માટે હંમેશાં તારૂં આરાધન કર્યું છે. હવે હું પુત્ર રહિત પરલોક જઈશ તે પછી તારી પૂજા કોણ કરશે? તેથી તું અવધિજ્ઞાનવડે જોઈને કહે કે મારે સંતાન થશે કે નહીં?” તે સાંભળી કુળદેવી ઉપગ દઈને બેલી કે–“હે શ્રેષ્ઠી ! પુણ્યકાર્ય કરતાં તારે કેટલેક કાળ જશે ત્યારે પુત્ર થશે.” કુળદેવીના વચનથી હર્ષ પામેલે શ્રેષ્ઠી કુળક્રમે આવેલા ધર્મને વિશેષે કરીને કરવા લાગ્યા. એકદા કોઈ પુણ્યવાન જીવ પુણ્યશ્રીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે તેણીએ સ્વમમાં ચંદ્ર જે. પ્રાત:કાળે તેણીએ તે સ્વમની વાત પતિને કરી. શ્રેષ્ઠીએ તે સ્વમ પિતાની બુદ્ધિથી વિચારી પિતાની ભાર્યાને કહ્યું કે–“તારે ઉત્તમ પુત્ર થશે. " તે વચન સાંભળી તે પણ આહાદ પામી. ત્યાર પછી અનુક્રમે સમય પૂર્ણ થયે ત્યારે શુભ વેળાએ ઉત્તમ લક્ષણવાળા પુત્રનો જન્મ થયો. તેના જન્મ નિમિત્તે પિતાએ મોટો ઉત્સવ કર્યો. દીન હીન જાને તથા યાચક જનોને સુવર્ણ, રૂપું અને વસ્ત્રાદિકનું દાન આપ્યું. પછી આ પુત્ર પુણ્યથી પ્રાપ્ત થયે છે એમ ધારી તેના પિતાએ સર્વ સ્વજનની સમક્ષ તેનું પુણ્યસાર નામ પાડ્યું. તે પુત્ર ધાત્રીઓથી પાલન કરાતો અનુક્રમે પાંચ વર્ષનો થયો ત્યારે તેના પિતાએ તેને મોટા ઉત્સવપૂર્વક શ્રેષ્ઠ પંડિતની પાસે કળાભ્યાસ કરવાને નિમિત્તે લેખશાળામાં મૂક્યું. તેજ નગરમાં રત્નસાર નામે શ્રેષ્ઠી રહેતું હતું, તેને સુંદર રૂપને ધારણ કરનારી રત્નસુંદરી નામની નાની પુત્રી હતી. તે પણ તેજ કળાચાર્યની પાસે પુણ્યસારની સાથે કળાસ્યાસ કરતી હતી. કઈ કોઈ વાર તે રત્નસુંદરી સ્ત્રી સ્વભાવને લીધે ચપળતાને ધારણ કરનારી હોવાથી પુણ્યસારની સાથે વિવાદ કરતી હતી. એકદા વિવાદ કરતાં ક્રોધ પામેલા પુણ્યસારે તેણીને કહ્યું કે–“હે બાળિકા ! જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust