________________ 154 શ્રી શાંતિનાથ ચરિત્ર. ચેષ્ટા કરૂં છું.” તે સાભળી કુમારે તેને કહ્યું કે “હે વિદ્યાધર ! મારી પાસે તે વિદ્યા બાલ.” ત્યારે વિદ્યારે તેને સત્પરૂષ જાણી તેના પાસે વિદ્યા કહી બતાવી. તે વખતે પદાનુસારી લબ્ધિના પ્રભાવથી કુમારે તેનું વિસરેલું પદ પૂર્ણ કરી આપ્યું. ખેચરે તેથી સંતુષ્ટ થઈ હર્ષથી પિતાની વિદ્યા કુમારને આપી. કુમારે તેણે કહેલા વિધિ પ્રમાણે તે વિદ્યા સાધી. પછી ખેચર પિતાને સ્થાને ગયો. એકદા કુમાર પણ વિદ્યાના બળથી અને પ્રિયા સહિત સ્વેચ્છાએ ફરતા ફરતા હિમાદ્રિ પર્વત ઉપર ગયે. ત્યાં વિપુલમતિ નામના વિદ્યાધર મુનિને જઈ તેના ચરણને નમીને તે બને પ્રિયા સહિત યોગ્ય સ્થાને બેઠે. પછી તે મુનિની પાસેથી તેણે આ પ્રમાણે ધર્મદેશના સાંભળી— कुलं रुपं कलाभ्यास, विद्या लक्ष्मीर्वराङ्गना // ऐश्वर्य सप्रभुत्वं च, धर्मेणैव प्रजायते // 1 // કુળ, રૂપ, કળાભ્યાસ, વિદ્યા, લક્ષ્મી, મનહર ભાર્યા, ઐશ્વર્ય અને સમર્થપણું પ્રભુપણું એ સર્વ ધર્મથી પ્રાપ્ત થાય છે. " જેણે પૂર્વ ભવમાં દાનાદિક ચાર પ્રકારને ધમ આરાધ્ય હોય છે તે પુણ્યસારની જેમ સમગ્ર મનોવાંછિત સુખને પામે છે. જેમ પુણ્યસારે સર્વ ઈચ્છિત પ્રાપ્ત કર્યું તેમ બીજે પણ પ્રાપ્ત કરે છે, તે સાંભળી અને પ્રિયા સહિત કનકશક્તિ કુમારે પૂછયું કે“ હે પ્રભે ! તે પુણ્યસાર કોણ હતો ?" ત્યારે મુનિએ તેમને પ્રતિબંધ કરવા માટે તે કથા આ પ્રમાણે કહી– પુણ્યસારની કથા. - આજ ભરતક્ષેત્રમાં વિવિધ આશ્ચર્યથી અલંકૃત થયેલું ગેપાલય નામનું નગર છે. ત્યાં ધર્મને અથી, રાજાને માનીતો અને મહાજનમાં મુખ્ય પુરંદર નામને શ્રેષ્ઠી રહેતું હતું. તેને ઘણા ગુણના આશ્રયવાળી પુણ્યશ્રી નામની શ્રેષ્ઠ ભાર્યા હતી. તે પતિને વહાલી, સેભાગ્યશાળી, ભાગ્યવાળી અને સુંદર રૂપવાળી હતી, પરંતુ તેણમાં એક જ દૂષણ હતું. તે એ કે તેને કાંઈ પણ સંતાન ન હતું. શ્રેષ્ઠીને પુત્રની વાંછા હતી અને તેને તેના સ્વજને બીજી સ્ત્રી કરવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust