________________ ઉપર - શ્રી શાંતિનાય ચાર. પ્રમાણે વિષયસુખ ભેગવવા લાગ્યો. એકદા તે દત્ત પ્રિયાના વિયેગથી વિસ્ફળ થઈ ઉદ્યાનમાં ગયે. ત્યાં તેણે સુમન નામના સાધુને જોયા. તેને તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી દેવ, દાનવ અને મનુષ્ય તેને વંદન કરવા આવેલા હતા. તે કેવળીને જોઈ દત્તે શુભ ભાવથી તેને વંદના કરી. તે વખતે તે કેવળીએ દત્તને ઉદ્દેશી ધર્મદેશના આપી. તે સાંભળી દત્ત પ્રતિબોધ પામ્યા, તેણે શ્રી જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દાન પુણ્યાદિક કરી આયુષ્યને ક્ષય થયે મરણ પામી સુકચ્છ વિયમાં વૈતાઢ્ય પર્વત ઉપર મહેદ્રવિકમ નામના વિદ્યાધરેંદ્રનો, અજિતસેન નામે પુત્ર થયે. તેને કમલા નામની ભાર્યા થઈ. અહીં નલિનીકેતુ પિતાનું રાજ્ય પામી પ્રભંકરાની સાથે ગ્રહવાસનું પાલન કરવા લાગ્યો. એકદા પોતાના મહેલની સાતમી ભૂમિએ તે બેઠો હતો તેવામાં તેણે પંચરંગી વાદળાંના સમૂહવડે વ્યાપ્ત થયેલું આકાશ જોયું. પછી ક્ષણવારમાંજ તેને જોતાં છતાંજ પ્રચંડ વાયુએ વીખેરેલ તે વાદળાંનો સમૂહ સેંકડો કકડા થઈ લય પામી ગયો. તે જોઈ તરતજ વૈરાગ્ય પામી તેણે વિચાર કર્યો કે ધન, વન વિગેરે સર્વ સંસારની વસ્તુઓ આ વાદળાંની જેવી અસ્થિર છે. મેં અજ્ઞાનતાથી પરસ્ત્રીનું હરણ કરી ક્ષણમાત્ર સુખને માટે થઈને ઘણું પાપકર્મ ઉપાર્જન કર્યું. તેથી હવે પ્રવજ્યા અંગીકાર કરીને તપ નિયમરૂપી જળવડે પાપ રૂપી મળથી લીંપાયેલા મારા આત્માને નિર્મળ કરૂં.” આ પ્રમાણે વિચાર કરી નલિનીકેતુ રાજાએ પુત્રને રાજ્યપર સ્થાપન કરી રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી ક્ષેમંકર જિનેશ્વરની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. પછી નિરતિચારપણે તેનું પ્રતિપાલન કરી, કેવળજ્ઞાન મેળવી, સમગ્ર કર્મ મળનો નાશ કરી મોક્ષપદને પામ્યા. પ્રભંકરા સુત્રતા નામની ગુરૂણીની પાસે ચાંદ્રાયણ નામનું તપ કરી, આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી તારી શાંતિમતી નામની પુત્રી થઈ છે. તેણીના પૂર્વ ભવના પતિ આ અજિતસેન વિદ્યારે એને વિદ્યા સાધતી જોઈ. તેથી પૂર્વ ભવના નેહને લીધે તેણે તેનું હરણ કર્યું. આ કારણથી હે પવનવેગ ! આના પરનો કપ તું મૂકી દે, અને તે શાંતિમતી, તું પણ ક્રોધનો ત્યાગ કર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust