________________ 151, ચતુર્થ પ્રસ્તાવ. મારે સુકાંતા નામની પ્રિયા છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી આ શાંતિમતી નામની મારી પુત્રી છે. એકદા મેં મારી પુત્રીને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપી. તે વિદ્યા સાધવા માટે આ મારી પુત્રી મણિસાગર નામના પર્વત ઉપર ગઈ હતી. ત્યાં વિદ્યાનું સાધન કરતી આ મારી પુત્રીનું આ દુષ્ટ વિદ્યાધરે હરણ કર્યું. તેવામાં તેની ભક્તિથી -રંજન થયેલી તે વિદ્યા તેણીને સિદ્ધ થઈ. તે વિદ્યાથી ભય પામીને આ દુષ્ટ ત્યાંથી ભાગી તમારે શરણે આવ્યું છે. તે પર્વત ઉપર હું મારી પુત્રીની ખબર લેવા ગયો, ત્યાં મારી પુત્રીને નહીં જેવાથી તેની પાછળ પાછળ હું પણ અહીં આવી પહોંચ્યો છું. તેથી હે રાજન્ ! મારી પુત્રીનું શીળ ભંગ કરવાની ઈચ્છાવાળા આ વિદ્યાધરને તમે મૂકી દો, જેથી હું એકજ ગદાના પ્રહારથી તે દુષ્ટને હણી નાંખું.” તે સાંભળી વજાયુધ ચકીએ તેમના પૂર્વ ભવની ચેષ્ટા (વૃત્તાંત ) અવધિજ્ઞાનવડે જાણી તેમને પ્રતિબંધ કરવા માટે કહ્યું કે–“હે પવનવેગ ! જે કારણને લીધે આ વિદ્યારે તારી પુત્રીનું હરણ કર્યું તે કારણે સાંભળ.” આ પ્રમાણે ચક્રીએ કહ્યું, ત્યારે સર્વે સભાસદો પિતાના સ્વામીના જ્ઞાનનું માહાસ્ય જાણી ચમત્કાર પામી સાંભળવાને સાવધાન થયા. ચક્રીએ કહ્યું કે આજ જંબુદ્વીપમાં ઐરાવત ક્ષેત્રમાં વંધ્યપુર નામે પૂર છે. તેમાં વધ્યદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુલક્ષણ નામની રાણી હતી અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો નલિનીકેતુ નામનો પુત્ર હતું. તેજ નગરમાં એક ધર્મમિત્ર નામે સાર્થવાહ રહેતા હતો. તેને શ્રીદત્તા નામની ભાર્યાથી ઉત્પન્ન થયેલ દત્ત નામને પુત્ર હતા. તેને મનહર રૂપને ધારણ કરનારી પ્રભંકરા નામની ભાર્યા હતી. એકદા વસંતત્રતુમાં તે દત્ત પોતાની ભાર્યા સહિત કીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં નલિનીકેતુ રાજકુમાર પણ ક્રીડા કરવા આવ્યો. તેણે સુંદર આકારવાળી દત્તની ભાર્યા પ્રભંકરાને જોઈ, એટલે તે કામાતુર થયે. પછી ઐશ્વર્ય અને વનાદિકના ગર્વવાળા તે રાજપુત્રે કુળ અને શીળને કલંક લાગવા સંબંધી વિચાર કર્યા વિના તેણીનું હરણ કર્યું, અને તેણીની સાથે ઈચ્છા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust