________________ ચતુર્થ પ્રસ્તાવ 153 * આ પ્રમાણે વજાયુધ ચકીનું વચન સાંભળી તે બન્ને વિદ્યાધરો અને શાંતિમતી બાળા પરસ્પર પોત પોતાના અપરાધ ખમાવી શાંત ચિત્તવાળા થયા. ફરીને ચક્રીએ સભાજનેને ઉદ્દેશી કહ્યું કે—“ આ ત્રણેનું પૂર્વ ભવનું સ્વરૂપ કહ્યું, હવે તેમનું ભાવી સ્વરૂપ કહું છું તે સાંભળે –“આ બને વિઘારે સહિત શાંતિમતી દીક્ષા ગ્રહણ કરશે. શાંતીમતી રત્નાવલી તપ કરી છેવટે અનશનથી મરણ પામી સાધિક બે સાગરોપમના આયુષ્યવાળો અને વૃષભના વાહનવાળો ઇશારેંદ્ર થશે. પવનવેગ અને અજિતસેન સાધુ આજ ભવમાં ઘાતકર્મનો ક્ષય કરી ઉત્તમ કેવળજ્ઞાન પામશે. તે વખતે ઈશાનેંદ્ર ત્યાં આવી તેમના કેવળજ્ઞાનને મહિમા કરી પોતાના શરીરની પૂજા કરી પોતાને સ્થાને જશે. તે ઈશાનંદ્ર પણ આયુષ્યને ક્ષયે ત્યાંથી વી ઉચ્ચ કુળમાં મનુષ્ય ભવ પામી દીક્ષા લઈ કર્મને ક્ષય કરી મોક્ષસુખ પામશે.” આ પ્રમાણેની ભાવી હકીકત સાંભળી સર્વ સભાસદો વિસ્મય પામી બેલ્યા કે -" અહો ! અમારા સ્વામીનું જ્ઞાન પદાર્થોનું ત્રિકાળ સ્વરૂપ જાણવામાં દીપક સમાન છે.” ત્યાર પછી શાંતિમતી, પવનવેગ અને અજીતસેન તે ત્રણે ચક્રીને નમસ્કાર કરીને પોતપિતાને સ્થાને ગયા. સહસ્ત્રાયુધ કુમારને જયસેનાની કુક્ષિથી કનકશક્તિ નામે પુત્ર થયે. તે જ્યારે યુવાવસ્થા પામ્યો ત્યારે તેને કનકમાળા અને વસંતસેના નામની બે કુળવાન રાજપુત્રીઓ સાથે પરણાવ્ય. એકદા તે કુમાર કીડા કરવા માટે એક ગહન વનમાં ગયા. ત્યાં એક પુરૂષ થેડે ઉંચે ઉડી પાછો પડતે હતો, તેને જોઈ કુમારે તેની પાસે . જઈ તેનું કારણ પૂછયું. ત્યારે તે બે કે–“હું વિતાવ્ય પર્વત ઉપર રહેનારે વિદ્યાધર છું. હું ગમે ત્યાં વીચકું તે પણ મારી કોઈ ઠેકાણે સ્કૂલના થતી નહોતી. આજે અહીં આવીને હું ઘણી વાર રોકાયે. પછી જવાને તૈયાર થતાં આકાશગામિની વિદ્યાનું એક પદ મને વિસમરણ થઈ ગયું, તેથી હું ઉડી શક્તો નથી અને આ પ્રમાણે 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust